________________
૩૧૫
अक्कोसिज्ज परो भिक्खु न तेसि पडिसंजले । सरिसो होई बालाणं तम्हा भिक्खू न संजले ।।
અર્થાત –કોઈ આપણો તિરસ્કાર કરે તો તેની ઉપર સામે ક્રોધ કરવો નહિ, કારણકે તે તો બાલીશતા છે, માટે મુનિએ ક્રોધ ન કરવો.
અંધક મુનિના શિષ્યોની ક્ષમાવૃત્તિ અભુત અને અપૂર્વ છે. શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાને પુત્ર અધક નામે હતો, તે રાજાને પુરંદરયશા નામની એક કન્યા હતી. તેને રાજાએ કુંભકાર નગરના રાજા દંડકને પરણાવી હતી. તે દંડક રાજાને પાલક નામનો દુષ્ટ પુરોહિત હતો. કાલક્રમે ધકે શ્રાવક ધર્મ અંગીકાર કર્યો. એકદા પાલક પુરોહિત કાંઈ રાજકાર્ય માટે શ્રાવસ્તી નગરીએ આવ્યો. તેણે રાજસભામાં મુનિઓની. નિંદા કરી. તે સાંભળી સ્કન્ધકે તેનો પરાજય કરી નિરૂત્તર કર્યો, તેથી પાલક ધકની ઉપર દ્વેષ ધારણ કરતો સ્વસ્થાને ગયો. કાળક્રમે ઔધકે પાંચસો માણસની સાથે દીક્ષા લીધી. એક વાર સ્કન્ધક આચાર્ય એ ૫૦૦ સાધુઓ સાથે કુંભકાર નગરના ઉપવનમાં આવ્યા. તેમના આવવાના ખબર સાંભળી પાલકે સ્કન્ધક ઉપરનું પ્રથમનું વેર વાળવા ઉપવનમાં પ્રથમથી ગુપ્ત રીતે વિવિધ પ્રકારનાં શસ્ત્રો દાટી રાખ્યાં. પછી તેણે રાજાને કહ્યું કે “હે સ્વામી ! આપણા ગામના ઉપવનમાં પેલો સ્કલ્પક સાધુવેશે આવ્યો છે અને સાથે ૫૦૦ યોદ્ધાઓને પણ સાધુવેશે લાવ્યો છે. તેણે પિતાનાં શસ્ત્રાસ્ત્રો ઉપવનમાં દાટવ્યાં છે. જ્યારે તમે તેને વંદન કરવા જશે, ત્યારે તે તમને મારીને તમારું રાજ્ય લઈ લેવાનો છે. આપને મારાં વચન પર વિશ્વાસ ન આવતો હોય તો આપ જાતે જઈને ઉદ્યાનમાં સંતાડેલાં શસ્ત્રો જોઈ ખાત્રી કરે.” તે સાંભળી રાજા પાલકની સાથે ઉદ્યાનમાં ગયો અને પાલકે તેને સંતાડેલાં શસ્ત્રો કાઢી બતાવ્યાં. તે જોઈને રાજાએ ક્રોધથી સર્વ સાધુઓને બંધાવીને તે પાલકને જ સંપ્યા, અને તેને કહ્યું કે
તારી મરજીમાં આવે તે શિક્ષા આ સર્વને કર.” પાલકે તે બધાને ઘાણુમાં ઘાલીને પીલી નાંખવાની સજા કરી. જીવવાની તથા મરવાની ઈચ્છાથી રહિત સર્વ સાધુઓએ અંતિમ આરાધના કરી. પાલકે સ્કન્ધકને