________________
૩૧૧
જવું નહિ, સ્ત્રીઓએ સ્પર્શેલું વસ્ત્ર ધારણ કરવું નહિ કે મૈથુનાસત પશુપક્ષીઓને જોવાં પણ નહિ. ભોજન પણ વિષયાસક્તિનું કારણભૂત થાય છે, તેથી તેના નિવારણ માટે એવું કહ્યું છે કે
एककालं चरेद्भक्ष न प्रसज्जेत विस्तरे । भक्षे प्रसक्तो हि यतिर्विषयेष्वपि सजति ॥
અર્થાત–સંન્યાસીએ કેવળ એક સમયે ભિક્ષા માંગીને ભોજન કરવું, થોડું ખાવું, વધારે ભેજન કરવાથી તેને સ્ત્રી આદિ વિષયેની ઈચ્છા ઉત્પન્ન થશે. (૧૩૫)
દૃષ્ટાંત–લક્ષ્મણ નામની એક રાજકન્યા પૂર્વોપાર્જિત કમેં કરીને ચેરીમાં જ રંડાપ પામી. કાળક્રમે તેણે દીક્ષા અંગીકાર કરી અને વિવિધ મહાવતે આદિની પ્રતિજ્ઞા લીધી. એક સમયે તેણે કામક્રીડા કરતા ચકલાના યુગલને જોયું અને તેણે વિચાર્યું કે “ શ્રી અરિહંત દેવે આ કીડાની આજ્ઞા કેમ નહિ આપી હોય ? શ્રી અરિહંત દેવ વેદના ઉદયવાળાના દુ:ખને નથી જાણતા.” પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એવા ત્રણ વેદ છે અને એ ત્રણે વેદમાં ઉત્તરોત્તર વધુ ને વધુ કામવાસના હોય છે. સાથ્વી લમણાને આ પક્ષીયુગલને જોઈને આવો વિચાર તો થયો ખરો, પરંતુ તુરત જ તેને પોતાની પ્રતિજ્ઞા સાંભરી અને આવા મને ગત વિચારને માટે પસ્તાવો થયે; પરન્તુ લજજાને લીધે તેણે આ દુર્વિચાર માટે ગુરૂ પાસે પ્રાયશ્ચિત્ત ન લીધું, અને પોતાની મેળે જ તેના નિવારણ માટે પચાસ વર્ષ સુધી પુષ્કળ તપશ્ચર્યા કરી છતાં મનમાં શલ્ય રાખીને કરેલી તપશ્ચર્યાનું ફળ તેને માનસિક અબ્રહ્મચર્યના દેષમાંથી મુક્ત કરી શક્યું નહિ. (૧૫) [ મુનિએ કરવાની પાંચમી અપરિગ્રહ પ્રતિજ્ઞા નીચેના લેકમાં કહી છે. ]
કિરિ ઇતિir શરૂદા त्यक्तं क्षेत्रगृहं च रूप्यकनकं धान्यं कुटुम्बं धनं । हस्त्यश्वादिपरिग्रहश्च निखिलो नेच्छेयमेनं पुनः॥