________________
૨૮૬
દૃષ્ટાંત–એક જુવાન એક સાધુ જન પાસે આવી તેની સેવા કરી તેને શિષ્ય થવાની ઈચ્છાથી તેની પાસે રહેવા લાગ્યો. તે ગુરૂની સેવાભક્તિ વિનયપૂર્વક કરતા અને પિતાનું સર્વસ્વ ગુરૂને સમર્પણ કરેલું સમજીને રહેવા લાગ્યો. એકદા જ્યારે તે ગુરૂની સેવા કરી સૂઈ રહ્યો હતો, ત્યારે એક સર્પ શિષ્યને કરડવા માટે તેની સામે દેડતો આવ્યો. ગુરૂ બેઠા હતા. સર્પને જોઈ તેની પાસે આવી ગુરૂએ એક લીંટી દેરી સપને અટકાવ્યો. ગુરૂએ બહુ સમજાવ્યો ત્યારે તેણે પિતાનો ઈરાદો શિષ્યના લોહીથી તૃપ્ત થવાનો જણાવ્યો. પછી ગુરૂએ તુરત જ એક છરીથી શિષ્યના ગળાની એક નસ કાપી અને તે નસમાંથી અંજલિ ભરીને લેહી કાઢયું, તથા સર્પ નજીક આવતાં જ તેના મુખ ઉપર તે છાંટયું. એ શિષ્યની સાથે સર્પનું કોઈ પૂર્વ ભવનું વૈર હતું એટલે તેના રૂધિરથી સર્પની વાસના તૃપ્ત થઈ ગઈ અને તે ચાલ્યો ગયો. શિષ્ય જાગૃત થયે છતાં આખ બંધ કરી સ્થિર થઈ સૂઈ રહ્યો. પિતાની નસ કપાઈ, રૂધિર નીકળ્યું, સર્પ નિકટ આવ્યો, તે કશાથી શિષ્યને ભય થયો નહિ. ગુરૂએ તેને પૂછયું: “તને
હીક લાગી નહિ ?” શિષ્ય જવાબ આપ્યો : “ પ્રથમ તો ભય લાગે, પણ મેં જોયું કે ગુરૂ મહારાજ મારી પાસે બેઠા છે એટલે હું નિર્ભય રહ્યો.” ગુરૂ પ્રત્યે શિષ્યની અનન્ય શ્રદ્ધાભક્તિ હતી, ગુરૂ પોતાનું અહિત નહિ કરે એવી તેની ખાત્રી હતી, તેથી તેણે જરા પણ સંકોચ દર્શાવ્યો નહિ. તેના આવા સ્વાર્પણથી પ્રસન્ન થએલા ગુરૂએ પણ પિતાનું સર્વ જ્ઞાન શિષ્યને શીખવ્યું અને શિષ્યનો ઉદ્ધાર કર્યો. (૧૨૫) A [ હવે ગ્રંથકાર એક ગુરૂનાં લક્ષણનું કથન કરે છે.]
योगीन्द्रः श्रुतपारगः समरसाम्भोधौ निमग्नःसदा। शान्तिक्षान्तिनितान्तदान्तिनिपुणो धर्मैकनिष्ठारतः ॥ शिष्याणां शुभचित्तशुद्धिजनकः संसर्गमात्रेण यः।