________________
રા
અસ્તેય અને બ્રાન્ચની પ્રતિજ્ઞા,
ભાવા —ત્રીજી અસ્તેય પ્રતિજ્ઞા તૃણ આદિ તુચ્છ વસ્તુ હોય કે વસ્ત્ર આદિ મૂલ્યવાળી વસ્તુ હાય, પણ તેના માલેકની ચાખ્ખી રજા લીધા વિના ક્યાંય પણ કાંઈ વસ્તુ ગ્રહણ નહિ કરૂં, નહિ કરાવું, કરતાને નહિ. અનુમેાદુ. ચેાથી બ્રહ્મચય પ્રતિજ્ઞા દેવ સબંધી, કે મનુષ્ય—તીર્યંચ સંબંધી મૈથુન- અબ્રહ્મચય, બ્રહ્મચયની નવ ગુપ્તિ–નવ વાડથી ગુપ્ત રહીને નહિં સેવું, નહિ સેવરાવું, સેવતાને હિ અનુમાદુ-જીવનપર્યંત. (૧૩૫)
વિવેચન—અદત્ત-નહિ દેવાયલી વસ્તુ લેવી તે સ્તેય અથવા ચારી કહેવાય છે; અદત્ત વસ્તુ ન લેવી તે અસ્તેય અથવા અૌય કહેવાય છે.. શું સંસારીએ કે શુ ત્યાગીએ કાઇની વસ્તુ તેના માલેકની પરવાનગી વિના ન જ લેવી જોઇએ, તે તે નીતિના એક સ્વાભાવિક નિયમ જ છે, છતાં સંસારીને જે કેટલીક સ્વાભાવિક છૂટ નીતિશાસ્ત્રકાર આપે છે, તે છૂટ ત્યાગીને મળી શકે નહિ. કાઇ નજીવી વસ્તુ હાય અને તે તેના માલીકની પરવાનગી નહિ હેાવા છતાં લેવી–એવી માન્યતાથી કે તેવી પરવાનગી તેને માલીક હાજર હોય તે જરૂર આપે, પરન્તુ તેની ગેરહાજરીને કારણે તેવી પરવાનગી લેવાનું ન બની શકે, તથાપિ તેવી વસ્તુ તેની ગેરહાજરીમાં તેની પરવાનગી વિના લેવી એ ચારી નથી—ચારબુદ્ધિથી તે લીધી ન હોય તે તે સ્તેય નથી, તેવા નિયમ સંસારીઓને માટે જગતમાં પળાતા આવ્યેા છે. આવી છૂટો સંસારીએના અસ્તેયના અણુવ્રતમાં શાસ્ત્રકારે પણ ઉલ્લેખી છે; પરન્તુ ત્યાગી માટેનું અસ્તેય વ્રત તે। તેથી ખૂબ આગળ વધેલું હેાય છે. આ માટે ગ્રંથકાર તુષ્ઠે વસ્તુ તૃષામૂિ થી માંડીને મૂલ્યવાન વસ્રાતિ સુધીની કાઈ પણ વસ્તુ તેના માલેકની પરવાનગી વિના ન લેવી તેને જ મુનિનું અસ્તેય મહાવ્રત કહે છે અને તે યથાર્થ છે. વૃત્તિવ્ શબ્દવડે ગ્રંથકાર કાઇ પણ સ્થાન કે સોગનું સૂચન કરે છે, અર્થાત્ ગમે તવા મુશ્કેલીભર્યો પ્રસંગે પશુ એવી સ્થૂળ કે સૂક્ષ્મ ચેારી કરવાની ના કહી મુનિએ પોતાનું વ્રત ખાંડાને ધારે પાળવાનું છે તેનું સૂચન કરે છે. વીર ભગવાને આ વ્રતને સહજ વિસ્તા
ન