________________
૩૦૭
અર્થાત-અહિંસા ઉત્તમ ધર્મ, ઉત્તમ દમ, ઉત્તમ દાન અને ઉત્તમ તપ છે. મુનિની સત્યવિષયક પ્રતિજ્ઞા પણ વ્યાપક જ હોય. મનુએ સત્યપૂતાં વારં અને શુદ્ધત્તે પ્રતિદ્ધિત્ ઈત્યાદિ વચનો દ્વારા વાણુનો સંયમ સૂચવે છે. અત્ર ગ્રંથકાર જેન શાસ્ત્રાનુસાર તેથી વધારે વ્યાપક સંયમ સંક્ષેપમાં સૂચવે છે. ગમે તેવો દુદમ્ય કાળ ઉપસ્થિત થાય, છતાં મુનિ ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી જરા પણ અસત્યની છાયાવાળું વચન ન ઉચ્ચારે, એટલું જ નહિ પણ તેવું વચન અન્યની પાસે ન ઉચ્ચરાવે અને ઉચ્ચારનારને ન અનુમોદે. અર્થાત મુનિ જે કાંઈ બોલે તે સત્ય જ બેલે અને ક્રોધાદિ દુર્ઘત્તિના ઉભરામાં નહિ પણ શાંતિથી તથા વિચારપૂર્વક બેલે. શ્રી મહાવીરે બીજા મૃષાવાદરૂપ વચનદેષના ત્યાગની પાંચ ભાવનાઓ એવી દર્શાવી છે કે (૧) મુનિએ વિચારીને બોલવું, (૨) ક્રોધપૂર્વક બલવું નહિ, (૩) લેભપૂર્વક બેલવું નહિ, (૪) ભયપૂર્વક બેલવું નહિ અને (૫) હાસ્ય કરતાં બોલવું નહિ. આ પાંચે ભાવનાઓ રૂપી ગળણામાં ગળાઈને ઉશ્ચરાએલું વાક્ય નિતર્યું સત્ય જ હોય અને તેથી એવું સત્ય જ ઉચ્ચરવાની પ્રતિજ્ઞા, એ કોઈ પણ ત્યાગી, સાધુ, કે સંન્યાસીએ ગ્રહણ કરવાલાયક હોય એ નિઃસંશય છે. છતાં સત્ય વાણીને માટે પણ કેટલાંક નિયમનની આવશ્યકતા રહે છે અને તે વિષે આગળ ઉપર કહેવામાં આવશે. (૧૩)
[ હવે ગ્રંથકાર ત્રીજી અને ચોથી પ્રતિજ્ઞાને નિર્દેશ સંક્ષેપ કરીને એક શ્લોકમાં કરે છે. ]
સસ્તે બ્રહ્મપ્રતિજ્ઞા શરૂવા तुच्छं वस्तु तृणादिकं वरतरं वस्त्रादिकं मूल्यवद्। गृणीयांन विनाऽऽज्ञया क्वचिदहो तन्नायकस्य स्फुटम्॥ सेवेयापि न मैथुनं त्रिकरणैर्दिव्यं च मानुष्यकं । सन्नद्धो नवभिश्च गुप्तिभिरहं देहावसानावधिम्॥