________________
ઈતર ધર્મના ત્યાગીઓનાં શાસ્ત્રકગ્રિન આચરણોની સમાલોત્રા કરીશું તોપણ આપણને એ જ જણાઈ આવશે કે ગ્રંથકાર કહે છે તે પ્રમાણે માનસિક ત્યાગની પુષ્ટિ રૂપ બાહ્ય ત્યાગની એક સંસારત્યાગી, દીક્ષિત, સંન્યાસી, કિંવા ફકીરને માટે અનિવાર્ય આવશ્યકતા છે.
દત–રાજગૃહીના રાજા શ્રેણીક અને રાણી ધારિણીના પુત્ર મેઘકુમારને જ્યારે મહાવીર સ્વામી પાસેથી ઉપદેશ સાંભળીને ધર્મરૂચિ ઉત્પન્ન થઈ, ત્યારે તેણે દીક્ષા અંગીકાર કરવાનો વિચાર કર્યો, પરંતુ મોહવશ માતાને પુત્રનો એ વિચાર જાણીને અત્યંત ગ્લાનિ થઈ. તેણે મેઘકુમારને બહુ બહુ સમજાવ્યા અને સંસારનાં વિવિધ સુખે ભોગવ્યા પછી સાધુધર્મ અંગીકાર કરવા કહ્યું, પરંતુ તેણે એ બધાં સુખોની તુચ્છતા માતાને સમજાવીને છેવટે તેની આજ્ઞા મેળવી. જ્ઞાતા સૂત્રમાં આ રાજકુમારનાં સુખપગની જે સામગ્રી વર્ણવી છે તે એટલી અતુલ છે કે એ બધી સામગ્રીનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરનારના વૈરાગ્યની માત્રા કેટલી ઉંચી, હશે તેનો ખ્યાલ આવે છે. બે લાખ સુવર્ણમુદ્રાઓ ખર્ચાને રાજા શ્રેણકે પુત્રને માટે રજોહરણ તથા પાત્રો મંગાવ્યાં. એક લાખ સુવર્ણમુદ્રાઓ આપીને વાળંદ પાસે મુંડન કરાવ્યું. એક હજાર માણસો ઉપાડે તેવી ગંજાવર પાલખીમાં તેને બેસાડવામાં આવ્યો. મણિ—મુક્તાના બનેલા અલંકારોથી શણગારીને મેઘકુમારને મહાવીર ભગવાન સમક્ષ દીક્ષા અંગીકાર કરવા માટે લઈ જવામાં આવ્યો. મહાવીર સ્વામીની બેઠકને ઈશાન કોણે જઈ મેઘકુમારે સ્વયમેવ બધાં આભૂષણો ઉતારી મુનિવેશ પહેરી પંચમુષ્ટિ લોચ કર્યો અને દીક્ષા અંગીકાર કરી. પ્રથમ રાત્રિએ જમીન પર બધા મુનિઓ, સૂતા. દીક્ષીતાવસ્થાના ક્રમવાર ભૂશયાએ કરવામાં આવી હતી અને મેવકુમાર છેલ્લા દીક્ષિત હતું, એટલે તેની પથારી છેલ્લી-ઠેઠ બારણા પાસે કરવામાં આવી. રાત્રિને સમયે મુનિઓને એ જ બારણે થઈને દેહને કારણે બહાર આવજ કરવી પડતી હતી એટલે કોઈ વાર મેઘકુમારને હાથ કચરાતો કઈ વાર પગ કચરાત નો કઈ વાર દેહ કચરાતો. આવજા કરતા મુનિઓના પગની રજથી તેનું શરીર ભરાઈ ગયું. આ કારણે તેને આખી રાત ઉંધા