________________
૩૦૦
આવી નહિ. એ વખતે રાજકુમાર તરીકેની અવસ્થામાં ભાગવેલાં સુખેા અને તેને મળતાં માનપાન સાંભરી આવ્યાં અને દીક્ષા ત્યજી દેવાના તેણે વિચાર કર્યાં. એ વિચાર પ્રભુએ જાણી લીધા અને પૂ ભવામાં મેધકુમારે કેવાં દેહદુ:ખા વેઠયાં હતાં તેની વાર્તા કહીને આ પરિષદ્ધ કેટલા નિર્જીવ છે તે સમજાવ્યું એટલે તે દીક્ષામાં દૃઢ થયા, અને તેણે ઉત્તમ રીતે ચારિત્ર્ય પાળ્યું. બાહ્ય ત્યાગની કસોટીમાંથી પાર ઉતર્યા વિનાના આંતર્વાંગ અપૂર્ણ તથા અપરિપક્વ છે તે દર્શાવનારૂં આ શાસ્ત્રકથિત દૃષ્ટાંત છે. (૧૩૦–૧૩૧ )
[ સંસારી વેશનો ત્યાગ કર્યાં પછી દીક્ષિતે કેવા વેશ ધારણ કરવા યુક્ત છે તે નિમ્ન શ્લાકમાં કહેવામાં આવ્યું છે. ]
સાધુવેષ: | ૨૨૨ ॥ देहाच्छादनमात्रवस्त्रयुगलं सौत्रं मुमुक्षूचितं । शय्यार्थं किल कम्बलं परिमितं काष्ठादिपात्रत्रयम् ॥ शास्त्रोक्तं यमसाधनोपकरणं धर्मध्वजाद्यं तथा । धृत्वा साधुजनावेषममलं स्थेयं गुरोरन्तिके ॥
સાધુનો વેશ,
ભાવાદીક્ષાના જિજ્ઞાસુએ દેહને ઢાંકવા પૂરતાં મુમુક્ષુને ઉચિત સૂતરાઉ એ વસ્ત્રો એક પહેરવાનુ અને એક એઢવાનુ,શય્યાને માટે ઊનની પરમીત કામળી, આહારાદિને માટે લાકડાનાં કે તુંબડાનાં ત્રણ પાત્ર, ધર્મધ્વજ–રજોહરણ આદિ શાસ્ત્રમાં કહેલાં સયમનાં સાધનરૂપ ઉપકરણે લને સાધુને છાજતા નિળ વેશ પહેરીને ગુરૂની આગળ હાજર થવું. (૧૩૨) વિવેચન—ત્યાગદીક્ષા લેતાં દીક્ષિતે કેવા વેશ ધારણ કરવા કવા દીક્ષિતાવસ્થામાં દેહના નિભાવ માટે જ કેટલાં વસ્ત્રો ધારણ કરવાં અને કેટલાં ઓછાં ઉપકરણોથી નિભાવી લેવું તેનુ સૂચન અત્ર કરવામાં આવ્યું છે. ત્રણ વસ્ત્ર, ત્રણ પાત્ર, અને ધાદિ સયમનાં ઉપકરણો એટલાં વાનાં અત્રે કહે