________________
૨૯૭
नोपानम्न च पादुका न मुकुटं छत्रं न नो चामरं । ताम्बूलं न न मुद्रिका न कुसुमं नो केशबन्धाञ्जनम् ॥ न स्नानं न विलेपनं न तिलको नाभ्यङ्गनोद्वर्त्तने । सन्त्येतानि विभूषणानि गृहिणां नार्हाणि संन्यासिनाम् ગૃહસ્થના વેશ અને શૃંગારના ત્યાગ,
ભાવા—સદ્ગુરૂના ચરણકમળની રજ પાસે રત્નાની માળા તુચ્છ છે, તેમ જ વસ્ત્ર, આભૂષણ, મુકુટ, માળા, દ્રવ્યનેા ખજાને વગેરે સ પરિગ્રહ તુચ્છ—નિઃસાર છે, માટે ઉમેદવારે ગુરૂના ચરણમાં મસ્તક નમાવી, ચરણકમળની રજ મસ્તકે સ્પર્શીને વસ્ત્રાભૂષણાદિ સ` શૃંગાર શરીર ઉપરથી પોતાની મેળે ઉતારી ત્યજવા જોઇએ (૧૩૦ ). સન્યાસી સાધુએને પગમાં પગરખાં કે પાવડી ન જોઇએ, તેમ જ મુકુટ નહિ, છત્ર નહિ, ચામર નહિ, તાંબૂલ નહિ, આંગળીઓમાં પહેરવાની મુદ્રિકા નહિ, ફૂલ—ગજરા નહિ, કેશપાશ નહિ, આંખે અંજન નહિ, સ્નાન નહિ, વિલેપન નહિ, કપાળે તિલક નહિ, અભ્યંગન કે ઉદ્દન નહિ; એ ખાં વિભૂષા ગૃહસ્થને છારેયાગીને નહિ માટે મુમુક્ષુ દીક્ષા લે ત્યારથી જીવનપર્યંત આવા શૃંગારના યતિએ ત્યાગ કરવા જોઇએ. (૧૩૧)
વિવેચન—વૈરાગ્ય એ માનસિક ત્યાગ છે અને દીક્ષા એ માનસિક ઉપરાંત શારીરિક ત્યાગ છે; એટલે ગૃહી મટીને ત્યાગી થતાં ગૃહસ્થનાં સુખ તથા શ્રૃંગારનાં ઉપકરણેાના ત્યાગ કરવા જોઇએ. ભાવસયમ કિંવા માનસિક વૈરાગ્યની સાચી કસેાટી અહીં થાય છે. પૂર્વ કહેવામાં આવ્યું છે કે ગૃહમાં પણ જળકમળવત્ રહી જો ભાવસયમ આદરવામાં આવે તે તે કલ્યાણુકારક થઈ શકે છે; પરન્તુ એ જળકમળવતપણાની કસેાટી દીક્ષિતાવસ્થામાં થાય છે. કેટલાક કહે છે કિંવા માને છે કે અમે સંસારમાં રહી વ્યવહાર ચલાવીએ છીએ, પરન્તુ મનથી અમે નિર્લેપ છીએ, સસારના સુખ ભાગવીએ છીએ પણ એ સુખને વિયેાગ થતાં અમને કશું દુ:ખ