________________
પ જ દીક્ષા એ ઉત્તમોત્તમ છે અને તે રીતે કરેલે સંસારત્યાગ જ સુપ્ક રીતે નિર્વહે છે. એ પણ કહેવામાં આવ્યું છે કે દીક્ષાનું કારણ હમેએ વૈરાગ્ય ન હોય તોપણ દીક્ષા કે સંસારનો ત્યાગ એ મુમુક્ષુને માટે આત્મહિતકર તો ત્યારે જ થાય કે જ્યારે તેમાં વૈરાગ્ય રૂપી અમીરસ વ્યાપી રહેલો હોય. વૈરાગ્ય વિના ઈતર કારણેથી કદાચ ત્યાગને અંગીકાર કરવામાં આવે, તે પણ તેવો ત્યાગ હમેશાં નભતે નથી. નિષ્કુળાનંદે એક પદમાં યાચિત કહ્યું છે કે –
ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય છે, અંતર ઉડી ઈચ્છા રહે, તે કેમ કરીને તજાય છે. પળમાં જેગી ને ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી છે, નિષ્કુળાનંદ એ નરને, વણસમજ્યો વૈરાગજી.
આ કારણથી વૈરાગ્યના નિશ્ચયપૂર્વક જ દીક્ષા લેવાનો બુદ્ધિમાનનો ધર્મ અહીં બતાવવામાં આવ્યો છે. આમ હોવા છતાં હેમચંદ્રાચાર્ય જેવાના કેઇ એવા દાખલાઓ મળી આવશે કે જેમાં વૈરાગ્યબુદ્ધિથી દીક્ષા લેવાઈ ન હોય, પરંતુ પાછળથી વૈરાગ્ય પ્રાપ્ત થયું હોય અને તેથી દીક્ષાને નિર્વાહ સુંદર રીતે થયો હેય. આવા બીજા પણ અપવાદો મળી આવશે, પરંતુ તેમાંથી તારતમ્ય છે એ જ નીકળે છે કે દીક્ષાનો નિર્વાહ તે માત્ર વૈરાગ્યવાસિત ચિત્ત જ કરી શકે છે અને તેથી પ્રથમ વૈરાગ્યવાસિત થઈને દીક્ષા લેવી સંસારત્યાગ કરવો એ જેટલું આત્મહિતકર છે, તેટલું આત્મહિતકર અજ્ઞાન દશામાં દીક્ષા લેવી અને પછીથી વૈરાગ્ય કેળવવા મથવું એ નથી. પાછળથી વૈરાગ્ય કેળવવાના મથનમાં સર્વથા સિદ્ધિ મળતી નથી ત્યારે ત્યાગ લાજે છે, દીક્ષા કલંકિત થાય છે, અને
જે વૈરાગ દેખાડ કરી, એ તે મન કેરી મશ્કરી,
પલકે પલકે પલટે કંગ, એ તે અખા માયાના રંગ એવી મનુષ્યની પતિત દશા થાય છે. આટલા જ માટે જીવનપર્યત દીક્ષાના નિર્વાહના દઢ નિશ્ચયપૂર્વક સંસારને અને ગૃહનો ત્યાગ કરવા ઉપર ગ્રંથકારે અત્યંત ભાર મૂકવાની આવશ્યકતા માની છે.
દૃષ્ટાંત-કુંડરગિણી નગરીના રાજાને કુંડરીક અને પુંડરીક નામના બે કુંવર હતા. એક વાર ધમ છેષ નામના મુનિનો ઉપદેશ સાંભળીને કુંડી