________________
૨૩
કારણકે તેઓ તો બહારના સાધુ હોય છે અને મીઠું મીઠું બોલે છે, પરંતુ અંતરના મેલા હોય છે તથા ઝોળીમાં શસ્ત્ર રાખે છે અને તે વડે તે લેકોને મારી નાખે છે. આવી સમજથી છોકરાઓને ભરમાવ્યા હતા. વળી તેમને બ્રહ્મપુરીમાં જ ગોંધી રાખવાથી જૈન સાધુએ તેમના જેવામાં જ આવતી નહિ. એક વાર બેઉ છોકરા રમતા રમતા બહાર નીકળી ગયા એટલામાં બે સાધુઓને તેમણે જોયા એટલે હી જઈને તેઓ ઝાડ ઉપર ચડી ગયા. સાધુઓ આરામ લેવા એ જ ઝાડ હેઠળ આવીને થોભ્યા અને ભેચે બરાબર નીરખી ઝીણું જંતુઓને રજોહરણથી બાજુએ કરી ત્યાં પોતાનું આસન પાથરીને બેઠા. ઝાડ ઉપર ચડેલા છોકરાઓએ જોયું કે આમ ઝીણાં જંતુએની દયા કરનારા સાધુઓ મનુષ્યને ઘાત કરે જ નહિ, માટે આપણું બાપે આપણને ખોટું સમજાવ્યું છે. એટલામાં તેમને જતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતે કેવો કરાર કરીને આ ખોળીયામાં અવતાર ધારણ કર્યો છે તે સાંભર્યું. નીચે ઉતરી સાધુને પગે લાગ્યા અને સંયમ લેવાનો અભિલાષ જાહેર કર્યો. બેઉ પુત્રો માતાપિતા પાસે આવ્યા. પુત્રોએ પોતાની દીક્ષા લેવાની ઈચ્છા પ્રકટ કરી એટલે ભૂગુ પુરોહિત સમજી ગયા કે પુત્રોને કેાઈ સાધુનો ભેટો થયો હોવો જોઈએ. ભૂગુએ પુત્રોને બહુએ સમજાવ્યું. મોટા થઈ, વેદ ભણી, ગૃહસ્થાશ્રમ માંડવાનો અને નવલાં સુખ ભેગવવાનો ઉપદેશ કર્યો પણ પુત્રાનું મન પલળ્યું નહિ અને નિશ્ચય ડગ્યો નહિ. પૂર્વ ભવને યોગે તેમને સાચો વૈરાગ્ય ઉપજ્યા હતા એટલે તેમણે સામી પિતાને સંસારની અસારતાનો બોધ આપે. ભૃગુએ કહ્યું કે હે પુત્રો ! તમારી વાત સાચી છે, પણ આપણે હમણાં થોડા સમય સંસારમાં રહીએ અને પછી તમે અને હું પણ સંજમ લઈશું, માટે ત્યાં સુધી તમે સંસારમાં રહો. પુત્રો કહે કે અમે કાંઈ અમરપટો લખાવી લાવ્યા નથી અને સાચે ધર્મ પામ્યા પછી સંસારમાં શા માટે રહીએ ? આ સાંભળી ભૂગુ પુરેહિતને પણ વૈરાગ્ય ઉપજ્યો અને તેણે દીક્ષા લેવાનો નિર્ધાર કરી પત્નીને
એ વાત કહી. પુત્ર દીક્ષા લે તે પછી પુત્ર વિના સંસારમાં રહી શું કરવું? પત્નીને આ વાત પહેલાં તે રૂચી નહિ, પરંતુ ભૂગુએ તેને વધુને વધુ ઉપ