________________
૨૯૬
દીક્ષા લીધી અને રાજ્યસુખ ત્યજીને તે ગુરૂની સાથે ચાલી નીકળ્યા. ગામે ગામ અને દેશે દેશ કરતા કુંડરીક મુનિને શરીરમાં દાધજ્વર રોગ થયા. તે ગુરૂની સાથે પેાતાને નગર આવ્યા, તે વખતે પુંડરીક રાજ્ય કરતા હતા. પોતાના ભાઇના આગમનના સમાચાર જાણીને પુંડરીક મુનિને વાંધવા ગયે। અને નમન કરતા ખેલ્યાઃ “ હે ભાઈ! તું પૂરા ભાગ્યશાળી કે તેં સજમ સાધ્યા અને હું આ કાદવમાં ખૂંચેલો જ રહ્યો.” અનેક લોકેા પણ કુંડરીકને વાંદી ગયા. ભાઈની ઋદ્ધિ દેખીને કુંડરીકનું મન ભેાગ ભાગવવા તલસ્યું અને સંસાર પ્રત્યે મેાહ ઉત્પન્ન થયા. પુંડરીકે જાણ્યું કે ભાઈનું મન ડગે છે, એટલે તેણે તુરત જ તેને બીજે ગામ વિહાર કરાવ્યા, પણ વૈરાગ્ય વિના ત્યાગ ટકે ખરા ? ખીજે દિવસે તે પાછો કુંડરગિણી નગરીમાં આવ્યા. પુંડરીકે તેને બહુએ સમજાવ્યું કે તું સજમને નિર્વાહ કર અને આદરી બાજી હારી જા મા, પણ તેથી કુંડરીકમાં વૈરાગ્ય પ્રકટ્યો જ નહિ. છેવટે પુંડરીકે વૈરાગ્યપૂર્વક દીક્ષા લીધી અને કુંડરીકે સજમ છેાડી રાજ્ય કરવા માંડયું ! તે અનેક પ્રકારના ભાગવિલાસ ભોગવવા લાગ્યા અને ભાગતૃષ્ણા પૂરી કરવા લાગ્યા; પરન્તુ ભાગ ત્યાં રોગ! તેને શરીરે મહારાગ થયા અને તે જ રાગની પીડામાં મરીને તે સાતમી નરકે ઉત્પન્ન થયા. ( ૧૨૯ )
[‘ ગૃહી * મટીને ત્યાગી' થતાં વેશનું પિરવત ન કરવું પડે છે. ગૃહને! ત્યાગ કરવાથી જ ત્યાગી થઇ શકાતું નથી, પરંતુ ગૃહસ્થ જીવન, એ જીવનમાં ઉપકરણા, ઈત્યાદિના પણ ત્યાગ કરવા પડે છે. તેનું નિદર્શન નીચે એ શ્લેાકમાં કરવામાં આવ્યું છે.]
કારસ્થાનઃ | ૨૦ | ૨૨૨ ॥
तुच्छा सद्गुरुपादपङ्कजरजोऽग्रे रत्नमाला तथा । वस्त्राभूषणमौलिमाल्यरचना तुच्छं निधानादिकम् ॥ नत्वाऽतो गुरुपादयोः स्वशिरसाऽऽदायां त्रि पुष्पाद्रजः । शृङ्गारात्मकवस्त्रभूषणभरस्त्याज्यः शरीरात् स्वयम् ॥