________________
૨૦
કામાં મશગુલ બનીને અને હૃદયની મમતાને છેાર્ટીને ભાવસંયમનું સંપૂર્ણ રીતે સેવન કરવું. (૧૨૮)
વિવેચન—સંસારને ત્યાગ કરીને મુનિવેષ પહેરવા અગાઉ સંસારનાં આપ્તજનની પરવાનગી મેળવવી જોઇએ અને એવી પરવાનગી જો કારવશાત્ ન મળે તે ગૃહમાં જ રહીને ભાવયમ આદરવા પરન્તુ આમજનેાની અવગણના કરીને તેમને દુભવવાં નહિ એટલે આ બે શ્લોકાને મથિતા છે; પરન્તુ આ મથિતામાં એ ગહન પ્રશ્ના સમાએલા છે. પ્રથમ પ્રશ્ન એ છે કે જેનું ચિત્ત વૈરાગ્યવાસિત થયું છે તેણે પોતાનાં મેહવશ આપ્તજનેની રજા લેવાની શી જરૂર છે ? આધુનિક સમયમાં તા આ પ્રશ્ન અત્યંત મહત્ત્વના બની ગયા છે અને ખૂબ જ ચર્ચાયા છે. માહદશા છે, એ અજ્ઞાન દશા છે, અને અજ્ઞાની કે સ્વાથી સગાં કાઇને દીક્ષા ગ્રહણ કરવા રજા ન આપે, તે શું આત્મકલ્યાણ કરતાં અટકી જવું ? બીજો પ્રશ્ન એ છે કે સમકિતી જતે શું મેહવશ અને સ્વા પરાયણ સગાંઓની ઈચ્છાને કારણે સંસારના કીચડમાં રગદોળાયા કરવું ? ગ્રંથકાર સ્પષ્ટ કહે છે કે સગાંઓના પ્રતિ ધન છતાં દીક્ષા લેવી તે ઉચિત નથી, પરન્તુ તેમની મેાહદશા કે અજ્ઞાન દશાને ઉપદેશવડે નિવારીતે તેમને સંતેષીને તેમની પરવાનગી બાદ દીક્ષા લેવી તે ઉચિત છે. નાની વયના ચેલાને માબાપ કે સગાંઓની પરવાનગી વિના મુંડનારા, કિવા નાનાં છે.કરાંઓનું હરણ કરીને પોતાની જમાતમાં ભેળવી દેનારા સાધુ ખાવાઓને આવી વાત ન ગમે તે સ્વાભાવિક છે, પરન્તુ દીક્ષાના ઉમેદવારનાં આપ્તજનેાની અવગણના કરીને દીક્ષા લેવી કે આપવી તે વસ્તુતઃ એક પ્રકારની હિંસા છે અને હિંસાને પાપ માનનારા સાધુજને તેવું હિંસક આચરણ આદરે તે તે ધર્મધ્વંસ જ લેખાય. આ જ કારણથી મહાવીર સ્વામીએ પણ પોતાનું ચિત્ત વૈરાગ્યવાસિત થયુ હેાવા છતાં મેટા ભાઇની અનિચ્છાથી એક વર્ષ વધુ સંસારમાં રહીને પછી દીક્ષા લીધી હતી. સ્વાદશા કે મેાહશા તેની ઉપર પ્રહાર કરવાથી નાશ પામતી નથી. માત્ર ઉપદેશથી કિવા સ્વાતુ ઉપાદાન કારણ દૂર થવાથી તેનુ નિવારણ