________________
૧૮૧
કરીને તેની સુપાત્રતા જોઈ તેને અપૂર્વ વિદ્યાનું દાન કર્યુ. તાત્પર્ય એ છે કે સદ્ગુરૂની કૃપાનું ફળ અદ્ભુત છે અને સુપાત્ર શિષ્યને ચેાગ્ય ગુણા એ કૃપા પ્રાપ્ત કરી શકે છે. (૧૨૨)
[ પરિપકવ વૈરાગ્ય વિના ! અર્થ સધાતા નથી, તેટલા માટે ગ્રંથકાર નિમ્ન શ્લામ વૈરાગ્યના પરિપાક માટેના કેટલાક માર્ગોનું નિદર્શન કરે છે.] ઘેરાયવરાજઃ ॥ ૨૨૩ ॥ वैराग्यं क्षणिकं तु निष्फलमहो ! नो योगनिर्वाहकं । भाव्यं तेन सुनिष्ठितेन नियतं प्राप्तेन पक्वां दशाम् ॥ सत्सङ्गेन विरागधर्मकथया चैकान्तवासेन वा । स्वाध्यायेन सुचिन्तनेन तपसा कुर्याच्च तन्निष्ठितम् ॥ વૈરાગ્યના પરિપાક.
ભાવા-વૈરાગ્ય જો ક્ષણિક હાય તો તે નિષ્ફળ નીવડે છે, તેનાથી સયમનો નિર્વાહ થઈ શકતા નથી, માટે વૈરાગ્ય સારી રીતે નિષ્ઠા પામેલુંપરિપક્વ દશાને પહેાંચેલું અને નિયત થએલુ રહેવું જોઇએ. મુમુક્ષુએ સત્સંગમાં રહીને, વૈરાગ્યની ધકથા સાંભળીને, એકાન્તવાસમાં સ્થિતિ કરીને, સ્વાધ્યાય, ચિંતન, મનન તથા યથાશક્તિ તપાનુષ્ઠાન કરી વૈરાગ્યને પરિપક્વ બનાવવું જોઇએ. (૧૨૩)
વિવેચન—પૂર્વે દુઃખગર્ભિત, મેહગર્ભિત અને જ્ઞાનગર્ભિત એવા વૈરાગ્યના ત્રણ પ્રકાર કહેવામાં આવ્યા છે, તેમાં જ્ઞાનગર્ભિતને ઉત્તમ કેાટિનુ લેખવામાં આવ્યું છે. આ ત્રણે પ્રકારનું વૈરાગ્ય જે ઉત્તમ મધ્યમ કે કનિષ્ટ હાવા છતાં પરિણામદાયી તો ત્યારેજ થાય કે જ્યારે એ વૈરાગ્ય પરિપક્વ થાય. ધણાં મનુષ્યને શ્મશાનભૂમિમાં સ્વાભાવિક રીતે જ વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. જે સ્થળે હજારો મહાન અને લધુ પુરૂષોનાં મૃત દેહે ભસ્મીભૂત થઇ ગયા તે સ્થળે એક વાર પેાતાને પણ ભસ્મીભૂત થવાનુ છે એ કલ્પના જ સંસારની અને આ સ્થૂળ જગની અનિત્યતા મગજમાં સ્કુરાવે છે અને