________________
રામ
साध्वाचारविचारपालनमयाऽभ्यासो विधेयश्चिरम् ॥ एवं चेन्द्रियनिग्रहेण मनसो दान्त्यात्मशान्त्या परं । वैराग्यं परिशीलनीयमुचितं वर्ष द्विवर्षावधिम् ॥
વૈરાગ્યને અભ્યાસ, ભાવાર્થ-વૈરાગ્યને પરિપકવ બનાવવા માટે મુમુક્ષુ જનોએ વર્ષ કે બે વર્ષ સુધી વૈરાગ્યને અભ્યાસ કરવો જોઈએ, એટલે કે ભૂમિશયાજમીન ઉપર એકાદ વસ્ત્ર બિછાવી સૂવું, સારાં પકવાન્નોને ત્યાગ કરી રસહીન ભોજન કરવું, સ્ત્રીનો સંસર્ગ છોડી દેવઃ ટૂંકામાં સાધુઓ જે આચાર પાળે છે તેવા આચાર વિચારનું પાલન કરવાને લાંબો અભ્યાસ કર, તેમ જ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, મનનું દમન કરવું અને આત્માને અતુલ શાન્તિમાં રાખવો. (૧૨)
વિવેચન–ઈદ્રિયોનો નિગ્રહ કર્યા વિના વૈરાગ્ય પ્રકટતું નથી અને તપશ્ચર્યાની પ્રવૃત્તિ કર્યા વિના એ નિગ્રહ સધાતો નથી. શમ–દમયમ– નિયમાદિનું વિધાન યોગી જનેનાં કર્તવ્ય કર્મોમાં કરવામાં આવેલું છે, પરંતુ એ સાધનો સહજ રીત્યા પ્રાપ્ત થતાં નથી. આ માટે ઈદ્રિયોનું દમન કરવામાં આવવું જોઈએ. ઈકિય ઉપર કારમે બળાત્કાર કરવાથી આત્માં ગ્લાનિ પામે છે તેટલા માટે ધીરે ધીરે એ અભ્યાસમાં આગળ વધવું જોઈએ. ભૂશયાદિ વડે સ્પર્શેન્દ્રિયન, રસહીન ભોજન વડે જિહુર્વેદિયને, સ્ત્રીસંસર્ગ છોડીને વિષય વૃત્તિનો, અને મુનિજને અન્યાચાર જેવા કે મૌન, ગીતવાદ્યને ત્યાગ, સુગંધને ત્યાગ ઇત્યાદિ વડે વાણી, કન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય વગેરેને સંયમ કરતા રહેવાથી અને એ અભ્યાસ એક વર્ષ, બે વર્ષ કે ચિરકાળ સુધી કરીને તે સાથે કર્યા પછી આગળ વધી શકાય છે. ઈદ્રિયનિગ્રહનો અભ્યાસ કે જે વૈરાગ્યનું પ્રથમ સોપાન છે તે આ શ્લોકમાં એક-બે વર્ષ માટે જ કરવાનું કહીને : ઈતિ’ કરવામાં આવ્યું નથી, કારણકે સર્વને એટલા જ કાળમાં એ સિદ્ધ થાય તેમ હોતું