________________
ર૭૭ ક્રમપૂર્વક ગુરૂની પાસે રહીને આદરબુદ્ધિથી ખાસ જ્ઞાન મેળવવાને અધ્યયન કરવું. તેની સાથે સાથે સન્માર્ગનો વધારે નિશ્ચય કરવો અને શ્રદ્ધાને શુદ્ધ બનાવવા પ્રયને માટે તત્ત્વજ્ઞાનનાં જુદાં જુદાં શાસ્ત્રોને પણ બુદ્ધિમાન જિજ્ઞાસુએ અભ્યાસ કરવો જોઈએ. (૧૨૧)
વિવેચન–જગતમાં કેટલાક મનુષ્યો શ્રેયનું સંશોધન કરે છે અને કેટલાક પ્રેયનું સંશોધન કરે છે. કઠપનિષમાં કહ્યું છે કે શ્રેષ્ઠ ગ્રેચ મનુષ્યમેતસ્તી सम्परीत्य विविनक्ति धीरः । श्रेयो हि धीरोऽभिप्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमावृणीते।। અર્થાત–શ્રેય અને પ્રેય એ મનુષ્યને પ્રાપ્ત થાય છે તે બેઉને સમ્યફ પ્રકારે જોઈને તેને ભિન્ન કરી ધીર જન પ્રેયને છોડી શ્રેયને ગ્રહણ કરે છે અને મન્દ બુદ્ધિવાળો જન યોગક્ષેમ રૂપી શ્રેયને ત્યજીને પ્રેયને ગ્રહણ કરે છે. અત્ર ગ્રંથકારે શ્રેયાર્થી મુમુક્ષને કહ્યું છે કે વૈરાગ્યને અભ્યાસ ઈદ્રિયદમનાદિથી કરેલો પરંતુ પશુવત ઇંદ્રિયદમન ન કરતાં જ્ઞાનપૂર્વક ઈદ્રિયદમન કરવું અને તેટલા માટે એવાં શાસ્ત્રોનું અધ્યયન કરવું કે જે શાસ્ત્રોમાં વૈરાગ્યના અભ્યાસનું ક્રમપૂર્વક વિધાન કરવામાં આવેલું હોય અર્થાત સાધુ જનના આચારવિચારનું કથન કરવામાં આવેલું હોય. આ અધ્યયન પણ કેવી રીતે કરવું ? માયા સ્થિત્વ સમજે છે. અર્થાત-આદરપૂર્વક ગુરૂની સમીપે ઊભા રહીને શાસ્ત્રનું અધ્યયન કરવું. શાસ્ત્રાધ્યયનમાં શાસ્ત્રનું રહસ્ય સમ્યફ પ્રકારે સમજવાની જરૂર હોય છે, અને તેટલા માટે પરાપૂર્વથી ગુરૂની આવશ્યકતા માનવામાં આવે છે. (૧૨૧) [ નિમ્ન શ્લોકમાં કૃપાવંત ગુરૂની આવશ્યકતા બતાવી છે.]
ગુN I ૬૨૨ . विद्या सिद्धयति सद्गुरोः सुकृपया पीयूषमय्या द्रुतं । गुर्वाज्ञावशवर्तितादिसुगुणः सम्पाद्यते सा कृपा ॥ भक्त्या स्वार्पणरूपया त्वहरहः कृत्वा च सेवां गुरोः। सम्पाद्या विनयेन सद्गुरुकृपा जिज्ञासुना श्रेयसे ॥