________________
ર૭૬
નથી; આ કારણથી વર્ષ દિવષધમ્ એ પ્રયોગની સાથે વિરમ શબ્દને પ્રયોગ પણ કરેલો છે; અર્થાત કઈ ઓછા અધિકારવાળાને એ અભ્યાસ પાછળ વધારે વખત જોઈએ તે તે પણ તેણે ગાળવો જોઈએ અને વૈરાગ્યને અભ્યાસ પરિપક્વ કરવો જોઈએ. સાધુ જનના આચારો જૈનોના આચારાંગ, સત્રમાં, ગીતામાં, ઉપનિષદોમાં વિસ્તારથી કહેલા છે અને એ સર્વનો. નિષ્કર્ષ જે કાઢવામાં આવે છે એ જ જણાય છે કે-જ્ઞાનપૂર્વક વૈરાગ્યનો અભ્યાસ કરવા માટે ઈદ્રિયનિગ્રહ કરે એ આવશ્યક છે. આચારાંગ સત્રમાં કહ્યું છે કે-“જ્યાંસુધી કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શેન્દ્રિયની વિજ્ઞાનશક્તિ મંદ પડી નથી ત્યાં સુધીમાં તું તારું આત્માર્થ સિદ્ધ કરી લે.” તાત્પર્ય એ છે કે ઈદ્રિયોની શક્તિ શૂન્ય થયા પૂર્વે જ તેને નિગ્રહ કરીને આત્માર્થ સાધવો જોઈએ. ભગવદ્ગીતામાં કહ્યું છે કે – gવાજી ચરિત્મા નિવારીપરિઘ અર્થીગી એકાન્તમાં રહીને, ચિત્ત તથા આત્માને નિયત કરીને, કામ્ય વાસનાઓ તથા પરિગ્રહોને ત્યજીને, ગાભ્યાસ કરે. પૂર્વે જે બે પ્રકારનું ઉચ્ચ વૈરાગ્ય કહેલું છે તે વૈરાગ્ય આ પ્રકારના અભ્યાસ દ્વારા સિદ્ધ થાય છે. (૧૨)
[જ્ઞાન વિનાનું વૈરાગ્ય એ તૈલ વિનાના દીપક જેવું છે. એટલે ગ્રંથકાર હવે મુમુક્ષુને જ્ઞાનપ્રાપ્તિ માટે શાસ્ત્રાધ્યયન કરવાનું સૂચન કરે છે.]
રચના ૨૨ ! साध्वाचारविचारबोधजनकं शास्त्रं यथानुक्रम। ज्ञानार्थं पठितव्यमादरधिया स्थित्वा समीपे गुरोः॥ तत्त्वज्ञानविशिष्टशास्त्रनिवहाऽभ्यासोऽपि कार्यो मुदा। सन्मार्गादिविनिश्चयाय सुधिया जिज्ञासुना श्रेयसे ।
શાસ્ત્રનું અધ્યયન કરવું. ભાવાર્થ–મુમુક્ષુએ વૈરાગ્યને અભ્યાસ કરતાં નિવૃત્તિને વખતે જે શાસ્ત્રમાં સાધુઓના આચાર વિચારને ઉપદેશ કરેલ હોય તે શાસ્ત્રનું