________________
ભાવનું અનુસંધાન થતાં કુટુંબ ઉપરની મમતા છૂટી થાય તે પ્રથમ સમાનભાવ–સંકલિત વૈરાગ્ય કહેવાય અને હું એકલો છું, મારું કોઈ પણ નથી, એવી બુદ્ધિથી જે નિર્મોહ અવસ્થા પ્રાપ્ત થાય તે બીજું ઐક્યભાવ–સંકલિત વૈરાગ્ય કહેવાય. (૧૧૯)
વિવેચન–પૂર્વે જે વિશ્વપ્રેમના બે પ્રકારો સમજાવવામાં આવ્યા છે, તેવા જ બે પ્રકાર આ શાશ્વત વૈરાગ્યના છે. એક પ્રકાર સમાનભાવ સંકલિત અને બીજો પ્રકાર ઐક્યભાવ સંકલિત વૈરાગ્યનો છે? અથવાતો એક પ્રકાર વિધિમુખ અને બીજો પ્રકાર નિષેધમુખ વૈરાગ્યનો છે. જેવી રીતે જગતનાં સર્વ પ્રાણીઓને સ્વસમાન દેખવાથી વિશ્વપ્રેમ કે વૈરાગ્ય પ્રકટે છે, તેવી જ રીતે સર્વ પ્રાણીઓને “તે મારાં નથી ” એવી નિર્મોહબુદ્ધિથી દેખવાથી પણ વિશ્વપ્રેમ કે વૈરાગ્ય પ્રકટે છે. ઉભય પ્રકારનું વૈરાગ્ય ખરૂં સ્વાત્મભાન થયા વિના પ્રકટ થતું નથી. વૃત્તિની બહિર્મુખતા ટળીને જ્યારે મનની સર્વ વૃત્તિઓ અંતર્મુખ થાય છે, ત્યારે જ આ બેઉ પ્રકારમાંથી હરકોઈ એક પ્રકારનું વૈરાગ્ય ઉપજે છે. આ ઉપરથી પ્રશ્ન થશે કે જ્યારે વિશ્વપ્રેમ અને શાશ્વત વૈરાગ્ય બેઉ સમાન કોટિનાં છે અને બેઉના સમાન પ્રકારે છે ત્યારે તેને જૂદાં પાડવાનું કારણ શું ? કારણ એ જ છે કે વૈરાગ્ય એ નિવૃત્તિનો માર્ગ પસંદ કરનારાઓને અર્થે છે અને વિશ્વપ્રેમ એ નિષ્કામ પ્રવૃત્તિનો માર્ગ પસંદ કરનારાઓને માટે છે. પૂર્વે ઉભયનું સમાન ફળ કહેવામાં આવ્યું છે, એટલે અત્રે ઉભય માર્ગોની પસંદગી કરનારાઓના સર્વોત્કૃષ્ટ ગુણનું દર્શન કરાવવામાં આવ્યું છે. (૧૧)
[ વૈરાગ્ય એ સહજ-સુલભ નથી. સંસારથી કેવળ ઉદાસીનતા પ્રાપ્ત થાય પરન્તુ જે તે અજ્ઞાનપૂર્વક પ્રાપ્ત થાય તો તે સાચું વૈરાગ્ય નથી. માટે સાચું વૈરાગ્ય પ્રાપ્ત કરવાને યોગ્ય ગુરૂને સમાગમ કરવો આવશ્યક છે. એ જ રીતે મુનિધર્મને યોગ્ય આચાર વિચારમાં પ્રવૃત્તિ કરવી આવશ્યક છે. નિન લોકમાં વૈરાગ્યના અભ્યાસ માટે આવશ્યક વસ્તુઓને બેધ કરવામાં આવેલ છે. ]
- વરાણાભ્યાસ: I ૨૨૦ ||
भूशय्यारसहीनभोजनरमासंसर्गहानादिभिः ।