________________
ર૭ર
ચંતા ઉપજેલા વૈરાગ્યની પ્રબળતા સંભવે. આ કારણથી મેહગર્ભિત વૈરાગ્યની મધ્યમ કોટિ ગ્રંથકારે લેખી છે. પરંતુ જે મેહગર્ભિત વૈરાગ્યમાંથી શાશ્વત વૈરાગ્ય ન જન્મ અને કાળક્રમે શાશ્વત વૈરાગ્ય દઢીભૂત ન થાય, તે. પછી મેંહગર્ભિત વૈરાગ્ય પણ આત્મભાન થવા માટે કે વિશ્વપ્રેમની ઉત્પત્તિ માટે નિરૂપયોગી છે. ઉચ્ચ કોટિનું વૈરાગ્ય તે તે જ છે કે જે સદવિવેક. વડે કિંવા આત્મભાન વડે ઉત્પન્ન થઈને માયાની તુચ્છતાને સાક્ષાત્કાર કરાવે. એક વાર એ સાક્ષાત્કાર થયે એટલે તે મનુષ્યને જગત ન ત્યજે છતાં તે જગતને ત્યજી જાય છે અને પાપ તેનાથી છૂટું પડીને દૂર નાસી જાય છે. આ ઉત્તમ પ્રકારનું વૈરાગ્ય જ્ઞાનગર્ભિત છે, અને એ જ વિશ્વપ્રેમનું મૂળ છે. એક ગ્રંથકાર સત્ય કહે છે કેઃ “વિવેકના શસ્ત્રથી રાગના બંધનનું બળ તોડી નાંખવું તે પ્રવૃત્તિવિશેષનું નામ “વૈરાગ્ય છે અને તે મોક્ષપદનું પ્રથમ સોપાન છે.”
દૃષ્ટાંત–એક સંત નગરથી દૂર નદીકિનારે પર્ણકટી બનાવીને રહ્યા. હતા. એક શાહુકારનો પુત્ર અનેક પ્રકારના પદાર્થોથી એ સંતની સેવા કરવા લાગ્યો. સંત તેને એવા પદાર્થોથી સેવા કરવાની ના કહેતા, તેપણ તે માનત નહિ અને કહ્યા કરતો કે “મહારાજ ! સારું સારું ખાવાપીવા તથા ઓઢવા પહેરવામાં શું દોષ છે કે આપને તે ગમતા નથી? આનો જવાબ સંત આપતા નહિ. આ શાહપુત્ર એક ધનાઢયની રૂપાળી પુત્રી ઉપર મોહિત થયો હતો અને તેને મેળવવાને આ સંત કાંઈ ચમત્કારિક ઉપાય બતાવે એવા હેતુથી તેમની સેવા કરતો હતો. એક વાર તેણે સંતને પિતાની મનઃકામના જણાવી. સંતે કહ્યું. “કાંઈ ફીકર નહિ, હું હમણાં એ છોકરીને બોલાવી મંગાવું છું.” એ ધનાઢ્ય સંતનો ભક્ત હતા. સંતે કહાવી મોકલ્યું કે તુરત તેણે પોતાની પુત્રીને સંત પાસે મોકલી આપી. પુત્રી જુવાન અને સ્વરૂપવતી હતી. છોકરી પર્ણકુટીમાં આવી ગયા બાદ સાયંકાળ થતાં જ શાહપુત્ર આવ્યો. છોકરીને તેને સ્વાધીન કરતાં તે કહ્યું: “એને તારી ખુશીમાં આવે ત્યાં લઈ જા, પણ તે સાથે તેને એક વિાત કહી દઉં છું કે તેનો સ્પર્શ તું કરીશ ત્યારપછી પાંચ પ્રહરમાં તારું