________________
૨૧૯
[ હવે ખાલ અને વૃદ્ધ પશુના સબંધમાં ગ્રંથકાર વિશિષ્ટ સૂચના કરે છે. ] पशुपोतवद्ध पशुरक्षणम् । ९८ ।।
नो यावत्तृणभक्षकाः क्षितितले पोताः पशूनां स्वयं । तावत्ते निजमातुरेव पयसा पोष्याः पशुस्वामिभिः ॥ विक्रय्यो न विघातकाय विगते स्वार्थेऽपि देयं तृणमित्थं शासनपद्धतिं नृपगुरुद्वारा च निर्मापयेत् ॥ લવારાં અને વૃદ્ધ પશુઓનું રક્ષણ,
ભાવા-વાછરડા પાડા લવારડાં વગેરે પશુઓનાં બચ્ચાં જ્યાંસુધી જમીન ઉપર પોતાની મેળે ધાસ ખાતાં ન થાય, ત્યાંસુધી તે બચ્ચાંને પશુએના માલેકાએ તે બચ્ચાંની માનું દૂધ છૂટથી પીવા દઇને પોષવાં જોઇએ અર્થાત્ તેમને તેમની માથી છૂટાં ન કરવાં જોઇએ. જ્યારે કામ કરીને પશુએ વૃદ્ધ થાય એટલે નકામાં થાય ત્યારે તેના માલેકે તેમને ચારેપાણી ન આપતાં રખડતાં ન મૂકે અને કસાઈ વગેરેને ત્યાં મારવા માટે વેચી ન નાંખે તેવા દાબસ્ત રાજ્યની મારફત કે તેમના ગુરૂની મારફત કાયદાઓ ઘડાવી કરાવવા જોઇએ. (૯૮)
વિવેચન—અત્યારસુધી લેાકેાપયેાગી જાનવરોના રક્ષણની વાત થઇ; પરન્તુ જે જાનવરે તત્કાળ ઉપયાગી ન લાગતાં હાય, અથવા જે કેવળ નિરૂપયેાગી થઇ ગયાં હોય, તેએનું શું ? સ્વાર્થા માલેકા આવાં નિરૂપયેાગી જાનવરેનું પોષણ કરવા ઇચ્છતા નથી, કારણકે તેના પોષણ પાછળ કરવામાં આવતું ખર્ચ તેમને વ્યર્થ દેખાય છે—અનુત્પાદક દેખાય છે. એક જડ સચા કે જે સારી રીતે ચાલીને કામ આપે છે, તેને માટે તા દરેક મનુષ્ય ખર્ચ કરે છે, તેમાં તેલ પૂરે છે, તેને સાફ રાખે છે, તેને માટે બળતણ ખાળી તેમાં શક્તિ ભરે છે, પરન્તુ જે સાંચા કામ આપવાની શક્તિથી હીન થઈ ગયા હૈાય છે, જે ધસાઈ પીસાઇને નકામા થઇ ગયા હાય છે, તેની પાછળ કાણુ ખર્ચ કરે ? આવીજ દૃષ્ટિના માલેકે