________________
૨૨૧
પળે બાંધી અશક્ત તથા બાળપશુ ઓને ત્યાં લાવી તેમનું પોષણ કરે છે. આ યોજના અનુકંપાની દૃષ્ટિએ સારી છે, પરંતુ લુચ્ચા માલેકે ને તેથી તેમની સ્વાર્થદૃષ્ટિમાં ઉત્તેજન પણ મળે છે. પશુ વૃદ્ધ થતાં તેને પાંજરાપોળમાં મૂકવાથી પિતાની ફરજમાંથી મુક્તિ મળે છે એવું સમજનારા અર્ધદયાળુ માલેકે તેમને કસાઈને વેચવાનું પાપ તે કરતા નથી, પણ પશુના જીવનપર્યત તેનું રક્ષણ કરવાની પોતાની ફરજ પૂરી બજાવતા નથી અને એ રીતે દોષભાગી તે અવશ્ય બને છે. એ જ રીતે લવારાં કે પશુઓનાં બચ્ચાંને વગડામાં રખડતાં મૂકી દેનારા રબારીઓ સમજે છે કે પાંજરાપોળના. કે મહાજનના માણસો તેવાં બચ્ચાંને સંભાળીને લઈ જશે એટલે તેઓ પિતાની ફરજ બજાવવામાં શિથિલ બને છે. આ કારણથી પાંજરાપોળની યોજનાની સાથે ધર્મમંડળ કે રાજ્ય તરફનો એવો કાયદો હોવાની જરૂર છે કે જેથી પશુઓ પ્રત્યેની પોતાની ફરજ નહિ બજાવનારા નિર્દય માલેકે શિક્ષાને પાત્ર બને અને તેઓ સાન–ભાનમાં આવે. આટલા માટે જ ગ્રંથકાર રૂલ્ય રાસનપદ્ધતિ નૃવારા ૨ નિર્માપતુ એ શબ્દોમાં કહે છે કે રાજા કે ધર્મગુરૂદ્વારા કોઈ કાયદાની યોજના પણ કરવામાં આવવી જોઈએ. પિતા, વૃદ્ધ થતાં અને કમાણી કરવાને નાલાયક થતાં જુવાન પુત્ર તેને ઘાત કરી નાંખે કિંવા ઘર બહાર હાંકી કાઢે તે જેટલું અન્યાયયુક્ત છે તેટલું જ અન્યાયયુકત પશુ વૃદ્ધ થતાં તેને હાંકી કાઢવાનું કે કસાઇને આપી દેવાનું છે. વૃદ્ધ માતાપિતા પુત્ર પાસેથી પિષણ રક્ષણ માંગી શકે છે, પરન્તુ વૃદ્ધ પશુઓ તો માંગી શકતાં નથી કારણકે તેમને મનુષ્ય જેવી વાણી હોતી નથી. પુત્ર ન ગાંઠે તે વૃદ્ધ માતાપિતા રાજા પાસે જઈ કે ન્યાયની કચેરીમાં જઈ ફરીયાદ કરે છે અને કાયદેસર રીતે પિષણ મેળવી શકે છે. આજે પશુઓ તરફથી ફરીયાદ કરનાર કોણ છે ? માત્ર પશુસેવાનો ધર્મ જેમણે અંગીકાર કર્યો છે તેવા મનુષ્ય જ આજે એવા પશુઓના વકીલો છે. આ સ્થૂળ દૃષ્ટિની દુનીયામાં બાળ તથા વૃદ્ધ પશુઓ માટેના રાજ્ય તથા ધર્મ તરફના કાયદા કઈ જ સ્થળે હોય છે; બહુધા એવા પશુઓને અન્યાય જ મળે છે. મુંબઈ જેવા શહેરમાં આવાં નિરૂપયોગી લેખાતાં પશુઓનો મેટા.