________________
૧૭
બીજા દેશે પણ વાપરે અને આપણે તેમાંથી નાણાં મેળવી ધનવાન થઈએ, પરંતુ પ્રાચીન આર્યોને સિદ્ધાંત તે નહતો. તેઓ ઈચ્છતા કે સ્વધર્મને ત્યાગ કરવો એ જેટલું નિંદનીય છે, તેટલું જ નિંદનીય બીજાને તેના ધર્મથી ચળાવવો એ છે. આ જ કારણથી ઉદાત્ત હિંદુ ધર્મે વિધર્મીઓને પિતાની પાંખમાં પકડવાનો કોઈ કાળે પ્રયત્ન કર્યો નથી. જે લોકે હિંદુ સંસ્કૃતિમાં સ્વભાવે કરીને મળી ગયા અને હિંદુ ધર્મમાં આવવા તૈયાર થયા તેમનો હિંદુ ધર્મ ત્યાગ કર્યો નથી, પરંતુ તેમની જુદી જાત બનાવી લઈને તેમનો સ્વીકાર કર્યો છે. સ્વદેશી વસ્તુઓને જ ઉપભોગ કરે એ સંસ્કાર જ્યાં સુધી આર્યોની સંસ્કૃતિમાં વજલેપ રહ્યું હતું, ત્યાંસુધી સ્વદેશીય અને પરદેશીય વસ્તુઓ વચ્ચેનો તફાવત જ સમજાવવાની પ્રાચીન પુરૂષોને જરૂર જણાઈ નહોતી; પરન્તુ હવે સમય બદલાયો છે. પરદેશ પિતાના લાભ માટે પોતાની વસ્તુઓની જમાવટ હિંદમાં કરી રહ્યા છે અને હિંદી બનાવટો પાછી હઠવા. લાગી છે, તેથી હિંદનું ધન પરદેશ ઘસડાઈ જવા લાગ્યું છે, એટલું જ નહિ પણ તેના સ્વદેશી આચારપાલનમાં પણ વિક્ષેપ પડવા લાગ્યો છે. આજે હિંદુસ્તાનનું સ્વદેશી વ્રત જેમ એકે એક હિંદી સ્ત્રી, પુરૂષ અને બાળકે હિંદુસ્તાનમાં તૈયાર થયેલી જ વસ્તુ વાપરીને જીવન નિભાવવામાં રહેલું છે, તેમ પરદેશને પણ એવું જ સ્વદેશી વ્રત પાળવું હોય તો તેઓએ પોતાના દેશમાં તૈયાર થતા માલ નફાની ખાતર બીજા કોઈ પણ દેશમાં લઈ જઈને ખડકવાનું છોડી દેવું જોઈએ. જે દરેક દેશ ઉપર જણાવ્યા મુજબનું સંપૂર્ણ સ્વદેશી વ્રત પાળીને રહે તો તે કદાપિ નિધન બને નહિ અને આર્થિક કારણોને લીધે વિગ્રહમાં ઉતરી રક્તપાત કરવાની તેમને જરૂર રહે નહિ. પરંતુ ક્યાં છે તે સ્વદેશીયતા ? પ્રાચીન કાળમાં તે પ્રત્યેક આયજન વિનાવ્રત ધારણ કર્યો પણ સ્વદેશી વસ્તુઓને જ ઉપભોગ કરતો. જ્યાં સુધી તેવી સ્થિતિ હતી, ત્યાં સુધી સ્વદેશીયતામાં આર્થિક પ્રશ્નનો ઉદ્દભવ જનતામાં થયો નહોતો; આજે હવે એ આર્થિક પ્રશ્ન ઉપસ્થિત થયો છે, તો આર્થિક દષ્ટિએ સ્વદેશીય વસ્તૃપભોગ વ્રત ગ્રહણ કરવું એ પણ હિતકારક છે. (૧૦૮) I [નિગ્ન બે કલાકમાં ગ્રંથકાર ઉપદ્રવને કાળે દેશની સેવા બજાવવાને દેશસેવકને ધર્મ સમજાવે છે.]