________________
૨૪૬
સાચવવાને, પોતાના દેશના ગરીબ માણસા ઉપર કરૂણાનજર રાખી તેમના દારિદ્રયને નાશ કરવાને દરેક માણસે પહેરવાનાં વસ્ત્રો, ખાવાના પદાર્થો, સારા સ્ત્રીપુરૂષને છાજે તેવાં ઘરેણાં અને કાઈ પણ ભાગ્ય વસ્તુ સર્વ પ્રકારે પોતાના દેશમાં ઉત્પન્ન થયેલ હોય તે જ વાપરવી જોઇએ. (૧૦૮)
વિવેચન—જે કાળમાં આપણે જન્મ લીધેા તે જમાનાની જ સેવા કરવી એ જેમ આપણે માટે અરિહાય છે, તેજ પ્રમાણે જે દેશમાં આપણા જન્મ થયા તે દેશની જ આપણે સેવા કરવી અને તે દેશની જ સેવા આપણે લેવી એવા સ્વદેશીના સિદ્ધાંત છે. આ સિદ્ધાંત વિસરી જનારા સ્વદેશીયતાની દૃષ્ટિને ત્યાગ કરીને પરદેશી વસ્તુઓને ઉપભાગ કરતાં અચકાતા નથી પરન્તુ એ સિદ્ધાંત વિસરી જવાને લીધે જ આજે હિંદુસ્તાનની આર્થિક અવદશા થએલી જોવામાં આવેછે. દેશના ઉદ્યોગને ઉત્તેજન આપવાને સ્વદેશી વસ્તુઓ વાપરવી, શરીરનું આરેગ્ય જાળવવાને આપણા દેશનાં હવાપાણીમાં ઉત્પન્ન થએલા પદાર્થોના જ ઉપભાગ કરવા, ગરી ઉપર કરૂણાદિષ્ટ રાખીને તેમના દારિદ્રયનો નાશ કરવા વસ્ત્ર, ભાજનના પદાર્થો, અલંકારે ઈત્યાદિ સર્વ વસ્તુઓ સ્વદેશી જ વાપરવી એ દષ્ટિ તેા આધુનિક છે કારણકે સ્વદેશીયતાના સિદ્ધાંત વિસરાઇ જવાથી દેશની જે દુર્દશા થઈ છે તે દુર્દશામાંથી તેને ઉલ્હાર કરવાની દૃષ્ટિ હાલમાં દેશસેવકામાં અને દેશહિતવિચારકામાં ઉત્પન્ન થઇ છે; એટલેકે સ્વદેશીયતાને આજકાલ એક યુગધર્મો કે સમયધર્મની દૃષ્ટિથી પ્રજા સમક્ષ રજુ કરવામાં આવે છે. આ કારણથી ગ્રંથકારે પણ હાલની જનતા સમક્ષ સ્વદેશી વસ્તુઓના ઉપભાગની વાર્તાને સમયધને ઘટતી દલીલા સાથે રજુ કરી છે. પરન્તુ આર્યાવર્તીને સનાતન સિદ્ધાંત તે એ છે કે “આપણું આપણા માટે અને પરાયું પરાયા માટે.” શ્રેયાન સ્વધર્માં વિત્તુળ: એવું જે પૂર્વે કહેવામાં આવ્યું છે તેને મથિતા પણ એ જ છે. કહેવાનું તાત્પ એ છે કે જેવા સ્વદેશીયતાના ધમ આપણે પાળીએ તેવા જ સ્વદેશીયાતાને! ધમ બીજા દેશો પણ પાળે એવે સિદ્ધાંત આર્યાવર્તે સ્વીકાર્યાં હતા. આજે આપણે એવું ઇચ્છીએ છીએ કે .હિંદુસ્તાનમાં ખનેલા માલ હિંદુસ્તાનના લોકા વાપરે એટલું જ નહિ પણ આપણી બનાવટના માલ