________________
૨૫૯
सेवोद्धारमयी मताऽत्र जगतः सा चेत्प्रवृत्त्यात्मिका। नैष्काम्यान्न च गाढबन्धजनिका न्यूना निवृत्त्या नसा॥
જગસેવા, ભાવાર્થ–ગમે તો આત્માની સેવા કરીને સર્વને ઉદ્ધાર કરનારી જગસેવા બજાવ અને ગમે તે જગતની સેવા બજાવીને આત્મસેવા બજાવ: ઉભયનું પર્યાવસાન એક જ છે. અત્ર “સેવા” શબ્દનો અર્થ જગતને ભાયિક કે પ્રાપંચિક સુખમાં આગળ વધવાને સહાય કરવી એવો થતો નથી કિન્તુ જગતને આત્માભિમુખ બનાવી દુઃખમાંથી સર્વથા જગતનો ઉદ્ધાર કરવો એ સેવા શબ્દનો અર્થ છે. તેવી સેવા કદાચિત પ્રવૃત્તિ રૂપ હોય તે ભલે રહીઃ તે પ્રવૃત્તિ પ્રવર્તકની નિષ્કામ વૃત્તિ હોવાથી ગાઢ કમબંધજનક થતી નથી; તે પ્રવૃત્તિ નિવૃત્તિથી જરા પણ ન્યૂન નથી, અથત નિવૃત્તિ સમાન જ છે. (૧૧ )
વિવેચન—આર્ય તત્ત્વવિચારકો અને પાશ્ચાત્ય તત્ત્વવિચારક ઉભયમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિના પ્રતિપાદકો રહેલા છે, એ પૂર્વે કહેવામાં આવ્યું છે. તૈત્તિરીય ઉપનિષદુમાં કહ્યું છે કે-ત્રહ્મવિદ્રાતિ પર અર્થાત-બ્રહ્મજ્ઞાનથી મનુષ્ય મોક્ષને પામે છે. શ્વેતાશ્વેતપનિષદુમાં કહ્યું છે કે નાન્યઃ પંચા વિચહેડયન-અર્થાત-(જ્ઞાનપ્રાપ્તિ સિવાયનો) બીજો માર્ગ મોક્ષપ્રાપ્તિ માટે નથી. અન્ય એક ઉપનિષદ્દમાં કહ્યું છે: “પૂર્વના જ્ઞાની પુરૂષોને પુત્રાદિકની કામના ન હતી, સર્વ લેક જ જ્યારે મારે આત્મા થયો છે, ત્યારે મારે બીજી પ્રજા શા માટે જોઈએ? એવું કહીને સંતતિ, સંપત્તિ અને સ્વર્ગાદિ લોક એમાંને કશાની જ એષણા કહેતાં ઇચ્છા ન ધરતાં તેથી નિવૃત્ત થઈને એ જ્ઞાની પુરૂષો સ્વેચ્છ ભિક્ષાચર્યા કરતા ફરતા હતા.” જર્મન ફિલસુફ શપનહેઅર પણ એ જ રીતે એકાન્ત નિવૃત્તિમાર્ગનો બોધ કરતાં કહે છે કે-જગતમાં સર્વ વ્યવહાર કિંઘહુના જીવંત રહેવું એ પણ દુઃખમય હોવાથી તત્ત્વજ્ઞાન સંપાદન કરીને સર્વ કર્મોને જેટલી બને તેટલી ત્વરાથી નાશ કરવો એ જ આ જગતનાં મનુષ્યનું ખરું કર્તવ્ય છે. એ જ મુજબ