________________
ગએલા છે. તેઓનાં મત અને પંથ ઉપર આજે દેશી અને પરદેશી વિદ્વાની ચર્ચા ચલાવી રહેલા છે. જડ દેહ પૂરત સ્વાર્થવાદ પ્રાચીન કાળમાં ચાર્વાકે પ્રતિપાદન કરે છે. આ પ્રકારનાં મનુષ્યમાંના કેટલાક જ્યારે વિચાર કરે છે કે એકલે સ્વાર્થ સાધવાથી પોતાને સુખ પ્રાપ્ત થવાનો સંભવ નથી, કારણકે સુખ જેવું પોતાને પ્રિય છે તેવું પોતાનાં કુટુંબીઓ કે આપ્ત જનોને પણ પ્રિય હોય છે, અને તેઓ પણ જ્યારે સ્વાર્થદષ્ટિથી પિતાના જ સુખ તરફ જુએ ત્યારે પિતાના સુખનો પણ તેમાં કેટલેક અંશે ભોગ અપાય એ સંભવિત છે માટે હું જે તેમને સુખ આપું તો તેઓ મને સુખ આપે ? આવી દષ્ટિથી વિચાર કરનારા આધિભૌતિક સુખવાદીઓને બીજો વર્ગ છે. એવા લોકોમાં પણ જેઓ કાંઈક દીર્ધ દૃષ્ટિવાળા હોય છે, તેઓ વિચારે છે કે જેવું મારું કુટુંબ સુખ ઇચ્છે છે તેવું સુખ બીજાં કુટુંબો પણ ઈચ્છે, માટે પિતે સુખ મેળવવું અને બીજાઓને પણ સુખ મેળવવા દેવું કિંવા સુખ આપવું એ જરૂરનું છે, નહિતો પોતાને સુખ ભોગવવા દેવામાં બીજા અંતરાયભૂત થશે. જે હું લોકોને મારીશ તે તેઓ મને મારશે અને જે હું તમને સુખ આપીશ તો તેઓ મને સુખ આપશેઃ આ વિનિમયના સાદા સિદ્ધાંતને અનુસરનારા લોકોની દષ્ટિ પિતાના સમાજ કે ગામના સુખસુધી પહોંચે છે. વસ્તુતઃ નીતિના સિદ્ધાંતની શરૂઆત આવા લેકાથી થાય છે. આવા લકે અહિંસા, અસ્તેય આદિ સિદ્ધાન્તને માને છે, પણ તે માત્ર એટલો જ કારણથી કે તેઓ હિંસામાં સ્વાર્થમૂલક ભીતિ માની રહેલા હોય છે. પરંતુ તેથી વિશેષ દીર્ધ દૃષ્ટિવાળા મનુષ્ય જુએ છે કે પિતાના નગરને પણ બીજાં નગરોની ભીતિ હોય છે. એક નગરમાં ધનધાન્યની વિપુલતા હોય અને બીજા નગરમાં દુષ્કાળ ચાલતો હોય તે એ બીજું નગર ધનધાન્યને ઉપભોગ પિતાના નગરને કરવા દે નહિ; માટે સ્વરાસંરક્ષણ નિત્યમ્ એ સિદ્ધાન્તને પકડી બેસીને તેઓ પોતાના દેશનું વિધવિધ પ્રકારનું હિત સાધવામાં ઉદુત થાય છે. આથી પણ વિશાળ દષ્ટિનાં મનુષ્યો શું વિચારે છે? સામનડુ રામાય સર્વ વિચે મવતિ-આત્મપ્રીત્યર્થે સર્વ વસ્તુઓ આપણને પ્રિય લાગે છે અને સર્વ