________________
છે અને દુઃખ અનિષ્ટ છે, તેમ બીજાઓને સુખ ઈષ્ટ અને દુ:ખ અનિષ્ટ છે એવું સમજીને સમગ્ર વસુધા પ્રત્યે પ્રેમભાવ ધરવો-વિશ્વબંધુત્વ પ્રકટાવવું તે વિશ્વપ્રેમ છે. ગીતા તેવા પુરૂષને પરમયોગી કહે છે. પરંતુ આ “પ્રેમ” શબ્દથી ગભરાઈ જવાનું નથી. આ પ્રેમ-વિશ્વપ્રેમ એ સ્થૂલ વસ્તુજન્ય પ્રેમ નથી, તે સ્વાર્થદષ્ટિને પ્રેમ નથી, પરંતુ સર્ષિ ની વયે પિયં સર્વને જીવવું બહાનું છે એવા જ્ઞાનપૂર્વક આભૌપમ્ય દૃષ્ટિ અથવા સમતાભાવ છે અને તેથી વિશ્વપ્રેમનિવધના એ પ્રયોગની સાથે રાજનિવારના અને સમતામાવાય એ પ્રયોગો પણ ગ્રંથકારે કરીને “પ્રેમ” શબ્દમાં અંતર્ગત મનાયેલા “રાગ’નો ભ્રમ ભાગી નાંખ્યો છે. મીસીસ બેસંટ આ જ વિશ્વપ્રેમની ભાવનાને મનુષ્યમાં જાગૃત કરતાં કહે છે: “આપણે નિઃસ્વાર્થ વૃત્તિ, સ્વાત્મભોગ અને આત્મસંયમ કરવાં શીખવું જોઈએ, પરંતુ જ્યાં સુધી આપણે એમ કહેતા થઈએ નહિ કે “વિશ્વમાં ઇતર કઈ છે જ નહિ, હું જ સર્વમાં રહેલો છું” ત્યાંસુધી આપણે એક બ્રહ્મમાં રહેલા હોતા નથી. જ્યારે સર્વ મનુષ્યો એમ કહેતા થશે (અર્થાત–સ્વાત્મદષ્ટિથી જોતા થશે) ત્યારે જગતમાં સુવર્ણયુગ પ્રવર્તેલ લેખાશે. જ્યારે કોઈ એક માણસ પોતાના જીવનમાં એવું કહેતો થશે, ત્યારે તે જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં આશીર્વાદરૂપ થઈ પડશે.” તાત્પર્ય એ છે કે વિશ્વપ્રેમ ધારણ કરવાની જિજ્ઞાસુ મનુષ્ય આત્મૌપમ્ય દૃષ્ટિથી સર્વત્ર જેવું, સર્વ જીવો-મનુષ્યોથી માંડીને એક સૂક્ષ્મ જંતુ સુધીનાં સર્વ પ્રાણીઓ પ્રત્યે તેમનાં સુખમાં કે દુઃખમાં જાણે કે તેઓ પિતાનાં જ કુટુમ્બવત હોય એવો ભાવ ધારણ કરે. આવી દષ્ટિથી જોનારનાં રાગદેષના સ્વલ્પ બંધો પણ આપોઆપ તૂટી જાય તેમાં શી નવાઈ છે? (૧૧૫)
[મનુષ્યમાં મમત્વને પ્રકટાવનારે પ્રેમ તે થડે કે ઘણે અંશે હોય છે જ; કેની પ્રેમની વસ્તુ કાંઈ હોય છે અને કેળની કાંઈ છે. જેમ જેમ પ્રેમનું વર્તુળ વિશાળ હોય તેમ તેમ તેની પંક્તિ ચડિયાતી થતી જાય છે. ગ્રંથકાર પ્રેમની કોટિના પ્રમાણમાં મનુષ્યની ઉત્તમતા-અધમતાનો વિચાર નીચેના લેકમાં કરે છે.]
વિશ્વ પ્રેમિ: સર્વોત્તમF ૨૬ आत्मीयं जडदेहमेव मनुते सर्वाधमो मानवः ।।