________________
૬૯
એવી વિષમતાનુ લેશ માત્ર પણ ભાન નહિ થાય અને આ રીતે સહેલાઈથી રાગષનું ઉચ્છેદન થવા સંભવ છે. (૧૧૭)
વિવેચન—આત્મસેવા એ જગત્સેવા છે અને જગત્સેવા એ આત્મસેવા છે, એવું જે પૂર્વ કહેવામાં આવ્યું તેની પૂર્તિ રૂપે આ શ્લોક છે.. આવું ભાન મનુષ્યને ચારે થાય ? જ્યારે વૃત્તિમાંથી રાગદ્વેષનો નાશ થાય, આ મારૂં કુટુંબ અને આ પારકા માણસ કિંવા આ મનુષ્ય અને આ તે કેવળ જંતુ, એવી ભાવનાનો કેવળ નાશ થાય, અને ચૈતન્યદૃષ્ટિથી આખુ જગત્ આત્મતુલ્ય લાગે ત્યારે મનોવૃત્તિની વિષમતાનો નાશ થાય, રાગદ્વેષનું ઉચ્છેદન થાય અને વિશ્વપ્રેમનો વિકાસ થાય. વિશ્વપ્રેમ પણ એ પ્રકારનો છેઃ એક નિષેધમુખ અને ખીજે વિધિમુખ. આ જગમાં કાઇ મારૂં નથી એવી સમજણપૂર્વક જ્યારે જીવા ઉપરનો રાગદ્વેષ નાશ પામે ત્યારે જે વિશ્વપ્રેમ પ્રકટે છે તે નિષેધમુખ છે અને આખું જંગલ્ મારૂં છે એવી સમજણપૂર્વક જ્યારે એક ઉપરનો રાગ અને બીજા ઉપરનો દ્વેષ કિવા પેાતાનાં ઉપરનો રાગ અને પરાયાં ઉપરનો અણુરાગ કિવા દ્વેષ નાશ પામે, અને સર્વમતક્ષ્યમાત્માને સર્વભૂતાનિ ચાનિ અર્થાત્–સર્વ ભૂતામાં સ્વાત્માને અને સ્વાત્મામાં સર્વ ભૂતાને જૂએ ત્યારે જે વિશ્વપ્રેમ પ્રકટે છે તે વિધિમુખ છે. આ બેઉ પ્રકારનો વિશ્વપ્રેમ ત્યારેજ પ્રકટે કે જ્યારે મનુષ્યને આત્મસ્વરૂપ સમજાય, તે માટે મનુષ્ય આત્મચિંતન કરે અને આત્મસ્વરૂપ સમજાયા પછી કાંતા નિષેધમુખ વિશ્વપ્રેમ વડે નિવૃત્તિની ઉપાસના કરે અને કાંતા વિધિમુખ વિશ્વપ્રેમ વડે નિષ્કામ પ્રવૃત્તિની ઉપાસના કરે. કેવળ કચેાગના હિમાયતીઓ તે નિષ્કામ હેાવાની આવશ્યકતા સ્વીકારે છે, પરન્તુ ક` નિષ્કામ હૈાવા છતાં તે વિશુદ્ધ જ હેાવાની પ્રતીતિ વિનાનું કે નિરક છે. વિશુદ્ધ નિષ્કામ કર્માં તે તે જ મનુષ્ય કરી શકે કે જે આત્મચિંતન વડે આત્મસ્વરૂપ સમજે, ધ્યાન વડે સર્વ જીવાના હિતાહિતને યથાર્થ સમજે અને પછી નિષ્કામ પ્રવૃત્તિમાં પડે. આટલા માટેજ ગ્રંથકાર પયત્વ નિલિરૂં જ્ઞાદ્વિતતયા નૈતન્યષ્ટયા સાએમ કહી ચૈતન્યદૃષ્ટિ ઉપર-આત્મદર્શન કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકે છે. (૧૧૭)