________________
૨૫૫
6
બાદશાહે આ વાત જાણી એટલે તેણે પાટણના મહાજન મડળને ખેલાવીને કહ્યું કે—આ વખતે રાજ્યના ખજાનામાં પૂરતું ધન નથો એટલે રાજ્ય તરથી દુકાળમાં ગરીમાનું પાષણ કરી શકાય તેમ નથી; તે તમે વાણીયા શાહ' કહેવાઓ છો તો આ વખતે ગુજરાતનાં ગરીમાનું રક્ષણ કરે. વાણીયાઓને બાદશાહની આજ્ઞા ઉઠાવી લેવી પડી. એક વરસના ૩૬૦ દિવસ થાય. એક દિવસે ગરીાનું પોષણ કરવા માટે લાખા રૂપિયા જોઈતા હતા. નગરના શેઠીયાઓમાંના કાઇએ પોતાની શક્તિ પ્રમાણે એક દિવસ, તા કેાઇએ બે દિવસનું ખર્ચ આપવાનો ખરડા કર્યાં અને એ રીતે ચાર માસ પાટણમાં જ નોંધાઇ ચૂક્યા. પછી પાટણના નગરશેઠ ખરડા કરવાને ગુજરાતનાં નાનાં ગામેામાં ફરવા નીકળ્યા. તે ફરતા ફરતા હડાળે આવ્યા. હડાળામાં ખેમા દેદરાણી કરીને વણીક હતો તે આગેવાન હતો તેને ત્યાં નગરશેઠ ઉતર્યાં. ખેમાના ઘરની સાધારણ અવસ્થા જોઇને શેઠને જણાયું કે ગામમાં આ આગેવાન શેઠ છે તેનું ઘર જ આવું મુફલીસ છે, તે ખીજા કાણ ખરડામાં પૂરે એક દિવસ પણ ભરાવી શકશે ? પરન્તુ શેઠને જમાડીને જ્યારે ખેમા દેદરાણીએ ખરડામાં પૂરા ૩૬૦ દિવસ ભરી આપ્યા ત્યારે શેઠ ચમકી ગયા ! એમાએ કહ્યું: શેઠજી! તમે તેા પાટણના શેઠ છો, તો તમેાને ધનનો સદ્વ્યય કરવાના અનેક પ્રસંગે મળશે, પરન્તુ મારા જેવાને એવા અવસર ચારે મળશે? માટે પહેલાં મારા ખર્ચથી આખું વષૅ ગરીએનું પોષણ કરે અને પછી જરૂર પડે તો આપના ખરડાના ઉપયાગ કરજો.” શેઠે ખેમાને ધન્યવાદ આપ્યા અને ખેમાએ પોતાના બધા ભ'ડાર શેઠને સોંપી દીધે. આ વાત જ્યારે બાદશાહે જાણી ત્યારે તેણે કહ્યું: “ બાદશાહ કરતાં શાહુ ચડે એ વાત સાચી છે. ’’ ખેમા દેદરાણીની ઉદારતા અને આફતને કાળે તેણે બજાવેલી દેશસેવા આજે જૈન સૃષ્ટિમાં જાણીતી છે. (૧૧૨ )
इति प्रथम खण्ड समाप्त ॥
66