________________
વિવેચન–કોઈ પણ દેશની ઉન્નતિ શાતિના કાળમાં અને અવનતિ અશાનિતના કાળમાં થાય છે. શાન્તિના કાળમાં દેશ સુરક્ષિત રહે છે, સમાજનું તથા ધર્મનું રક્ષણ થાય છે, વિજ્ઞાન, કળા, સાહિત્ય, ધન-ધાન્ય, ઇત્યાદિ સંપત્તિની વૃદ્ધિ થાય છે, પરંતુ અશાતિના કાળમાં તેથી ઉલટું જ બને છે. અશાતિમાં જનતા હમેશાં ઉદ્વિગ્ન રહે છે, ધંધા રોજગાર કરતાં લોકો ભયગ્રસ્ત રહ્યા કરે છે, જીવનનિર્વાહ અને સમૃદ્ધિના રક્ષણ માટે લેક ડાદોડી કરી મેલે છે અને બીજી બાબતો ઉપરથી લેકનાં મન ઊઠી જાય છે. કોઈ યુરોપીયન લેખકે ખરું કહ્યું છે કે યુદ્ધ એટલે સર્વ પ્રકારના કાયદાનો ભંગ. યુદ્ધના કાળમાં નીતિના કે રાજ્યના સર્વ પ્રકારના કાયદાનો ભંગ જ થાય છે એટલે દેશની અને સમાજની સર્વ પ્રકારની સુવ્યવસ્થા નિયમભંગને કારણે નાશ પામે છે. આ કારણથી દરેક સેવાધર્મની ફરજ છે કે જનતાનું અકલ્યાણ કરનારી યુદ્ધાદિની અશાન્તિને દેશથી દૂર જ રાખવી. આ પ્રકારની અશાન્તિ અથવા ઉપદ્ર ગ્રંથકાર કહે છે તેમ બે પ્રકારે ઉત્પન્ન થાય છે. એક પ્રકાર “સ્વચક્ર ના ઉપદ્રવનો છે અને બીજો પ્રકાર પરચક્રના ઉપદ્રવનો છે. દેશમાં ધાડપાડુ, લૂટારા, ચેર કિંવા બંડખોરે બળવાન થઈને જનતાના ધન, ધર્મ, જાન– માલ ઇત્યાદિનો નાશ કરવામાં ઉદ્યત થાય તે સ્વચક્રનો ઉપદ્રવ લેખાય છે અને દેશ ઉપર પરદેશીઓ હડાઈ કરી તેના ધન-ધર્મ, જાન, માલને નાશ કરવા યત્ન કરે તે “પરચક્ર” નો ઉપદ્રવ છે. એ બેઉ પ્રકારના ઉપદ્રવથી દેશની શાન્તિનો નાશ થતો હોવાથી તેમાંથી દેશનું રક્ષણ કરવું આવશ્યક છે. પ્રજાનું રક્ષણ કરવાનો ધર્મ રાજ્યરૂપી સંસ્થાનો છે, પરંતુ રાજ્યરૂપી સંસ્થાનું બળ તથા અસ્તિત્વ જનતાના સહકાર ઉપર અવલંબી રહેલું હોવાથી અશાન્તિના કાળમાં દેશનું રક્ષણ કરવાનો ધર્મ પણ રાજ્યદ્વારા જનતાનો જ છે; તેથી બુદ્ધિ, ધન, બળ, ઈત્યાદિ શક્તિવાળા જનોએ દેશ ઉપરની આપત્તિના કાળમાં પિતાની શક્તિનો ભોગ આપીને જનતાની સેવા કરવી આવશ્યક છે. જે દેશની જનતા કિંવા જે દેશના શક્તિસંપન્ન પુરૂષો આવા સ્વધર્મને સમજતા નથી તે દેશના સર્વસ્વનો નાશ થાય છે, એટલે કે જન