________________
૨૪૩
स्वदेश्याचारपालनम् । १०७ ॥
देशं स्वं न कदापि विस्मरति यो गत्वाऽपि देशान्तरं । जह्यान्नो निजदेशवेषरचनां देशाभिमानी जनः ॥ स्वाचारं विजहाति चञ्चलमनाः प्राच्याऽऽर्य जात्यर्चितं । देशद्रोहकरोऽधमः स पुरुषो दर्माधिकाराच्च्युतः ॥
દેશાચારનું પાલન,
ભાવા—જે માણસ ગમે ત્યાં દેશ પરદેશ જાય તાપણુ પાતાની જન્મભૂમિને કદી પણ ભૂલી જાય નહિ, તેમજ વિદેશમાં રહીને પણ પોતાના દેશને વેષ આચાર બિલકુલ છેડે નહિ તે માણસને દેશાભિમાની કહી શકાય. જે માણસ ચંચલ મનવાળા રહીને વિદેશ જતાં પ્રાચીન આય જાતિએ આચરેલ પેાતાના દેશાચારને છેાડી દે છે તે માણસ દેશને દ્રોહ કરનાર અધમ ગણાય અને તે ધર્મના અધિકારથી પણ પતિત થાય, માટે ચિત દેશાચાર કદી છેડવા નહિ. (૧૦૭)
વિવેચન—વિચારની તુલનામાં મૂકતાં આચાર એ બહુ મહત્ત્વની વસ્તુ નથી પરન્તુ આચારપાલનને ધર્મપાલનની એક મહત્ત્વની શાખા કહી તેનું કારણ શું ? આચાર એ વિચારનું દર્શન કરાવનાર છે અર્થાત્ વિચારના અસ્તિત્વ વિના આચાર નિષ્પન્ન થતા નથી; પિતાએ તેટલા માટે જ વાર: પ્રથમો ધર્મ: કહ્યું છે. આ પ્રમાણે આચાર અને વિચારનું યુગ્મ સસ્કૃતિને નિભાવી રાખવાના સાધનરૂપ બને છે. એક જનમડળે જે પેાતાની પ્રાચીન સંસ્કૃતિને ઉચ્ચ માની હાય છે તે સંસ્કૃતિને નિભાવી રાખવાનાં સાધનાને તે સ્વધર્મ માને છે અને એ સ્વધર્મ તે જ આચાર વિચાર છે. સ્વધના ત્યાગ કરવા તેને મહાપાપ માનવામાં આવે છે કારણકે સ્વધા ત્યાગ કરવાથી પોતાની ઉચ્ચ સંસ્કૃતિને નિભાવી શકાતી નથી, તેમાં સંકરતા દાખલ થાય છે અને એ રીતે મનુષ્ય પતિત થાય છે. આ કારણથી વિચારની સાથે આચારમાં પણ સ્વદેશીયતા જાળવવી એક દેશાભિમાની નરનુ