________________
રિ૪૨
દુઃખોનું નિવારણ કરનારા સ્વદેશવત્સલ, અનુકંપાશીલ અને આત્મભેગ આપવા તત્પર થાય તેવા સેવકોની જ ખામી છે; એટલે હાલને માટે જાગરિકાને અર્થ “માનસિક જાગરણ” અથવા “ચિંતન” એ જે કરવામાં આવ્યું છે તે જ સુઘટિત છે. આવા ચિંતનથી જ જનતાની સેવા કરવાની વૃત્તિ પેદા થાય છે. જનતાની જરૂરીઆત હોય તે દિશાએ ચિત્તને દોડાવીને પિતે તેને કેવી રીતે ઉપયોગી થઈ શકે તેને વિચાર કરી તે રીતે સેવામાં ઉદ્યત થવું જોઈએ. આ લોકમાં ગ્રંથકારે જનતાની સેવાની કેટલીક દિશાએ ઉદાહરણ તરીકે સુચવી છે, જેવી કે જુગાર, મદિરાપાન ઇત્યાદિ. એ પ્રકારની દેશની જરૂરીઆતે અનેક હોય છે. એમાંની કોઈ એક જરૂરીઆત કે જે પોતાનાં સાધન કે શક્તિથી પૂરી પાડી શકાય કિંવા પૂરી પાડવાના નિમિત્તરૂપ પણ બની શકાય તે જરૂરીઆત તરફ ચિત્ત દોડાવીને યથાશક્તિ સેવા બજાવવી એ સ્વદેશસેવકનો ધર્મ છે. એ જ રીતે દેશની અંદરના મોટા કલહ-કંકાસે કે જેથી દેશ અવનતિ તરફ ઘસડાતો જતો હોય તેનાં કારણો જાણ તે કારણે નાબૂદ કરવા પોતાથી બનતું કરવું જોઈએ. જ્યારે આ પ્રકારની સેવા એક સેવક અમુક એકાદ-બે વ્યક્તિની બજાવે છે ત્યારે તે સમાજસેવક મનાય છે અને જ્યારે તે સમગ્ર દેશની દષ્ટિએ મોટા વિસ્તારમાં પ્રસરેલા દુઃખ, વ્યસન, કલહ ઇત્યાદિ શમાવવા યત્ન કરે છે ત્યારે તેની સેવા “દેશસેવા”ની કક્ષામાં આવે છે. સમાજસેવક કાલક્રમે ઉચે ચઢીને સારો દેશસેવક બને છે અથવા જેની દષ્ટિ વિશાળ તથા શક્તિ વિશેષ હોય છે તે પણ દેશસેવક બને છે. એ જ રીતે જનતા બીજાં પણ અનેક પ્રકારનાં દુઃખો ભોગવતી હોય છે અને તે બધી દિશામાં દેશસેવક પિતાની શક્તિ અનુસાર સેવા બજાવી શકે છે, પરંતુ ગ્રંથકાર સૂચવે છે તે પ્રમાણે વો સુણી સુવિથ વનપકે એવી સતત જાગરિકા દેશસેવકમાં હોવી જોઈએ. (૧૬)
[ સ્વદેશના આચારના પાલનમાં પણ સ્વદેશાભિમાન અને સ્વદેશભક્તિ રહેલાં છે, તે હવે ગ્રંથકાર બતાવે છે.]