________________
૨૪૦
માધવે દિલ્હીના બાદશાહ અલાઉદ્દીનને ગુજરાતમાં તેડી લાવી ગુજરાત ઉપર હલ્લો કરાવ્યો હતો અને ત્યારથી ગુજરાત પરાધીનતાની બેડીમાં બંધાયું એ ઈતિહાસ સૌ કોઈ જાણે છે. કરણે માધવની સ્ત્રીને બળાત્કારે પકડીને પોતાના મહેલમાં ગેધી હતી, માધવના ભાઈ કેશવને તેણે મારી નાંખ્યો હતો, કેશવની સ્ત્રી સતી થઈ બળી મૂઈ હતી, માધવની સ્ત્રી ઉપરની કુદષ્ટિને કારણે જ કરણ માધવને પાટણમાંથી દૂર કાઢીને દગો રમ્યો હતોઃ આ બધું જોતાં ખરો અપરાધી કરણ જ હતો; છતાં ઈતિહાસકાર કરણ કરતાં માધવને વધારે પાપી લેખી તેને દોષ દે છે, તેનું કારણ એ જ છે કે ક્રોધાંધતાથી પ્રેરાએલા માધવે કરણ ઉપરનું વૈર વાળવાને પોતાની જન્મભૂમિનું–ગુજરાતની બધી જનતાનું અનિષ્ટ કર્યું હતું. તેને મુસલમાનના પગ હેઠળ શૃંદાવી પરાધીનતાની બેડીમાં બંધાવી હતી. તે વખતે ગુજરાત પરાધીન થયું તે આજસુધી પરાધાન જ રહ્યું છે. ઈતિહાસ માધવના તે અપકૃત્યને સાક્ષી છે. આ પાપ થઈ ગયા પછી માધવ પિતે પણ પસ્તાવાની આગથી બળી રહ્યો હતો, પરંતુ સમય વીતી ગયા પછીનો પસ્તાવો નકામો હતો. તેના નામ ઉપર કાયમનું કલંક ચેટી ચૂક્યું હતું તે અન્યથા થઈ શકે તેમ નહોતું. આજે માધવના અપકૃત્ય માટે ગુજરાતની જનતા તેને શાપ દે તે સ્વાભાવિક છે. માતૃભૂમિની અનિષ્ટ ચિંતવના કેટલી ભયંકર છે, કેટલી પાપજનક છે, તે દર્શાવવા માટેનું જ આ દષ્ટાંત છે. તેથી ઉલટું તેનું હિત કરનાર માતૃભૂમિની સમગ્ર જનતાનું હિત કરનાર બને છે અને જનતાના આશીર્વાદ મેળવી નામ અમર કરે છે. માટે જન્મભૂમિ પ્રત્યેનું ઋણ યથાશક્તિ અદા કરવાને સૌ કોઈએ યત્નવાન થવું જોઈએ. (૧૫)
[હવે જૂદી જૂદી જરૂરીઆતેને અનુસરીને દેશસેવાના જુદા જુદા પ્રકાર ગ્રંથકાર દર્શાવે છે, તેમાં પ્રથમ જનતાનાં સુખ દુઃખનું ચિંતન કરવાની આવશ્યક્તા બતાવે છે.]
ગરપારિવા. ૨૦૬ /
को दुःखी सुखिनश्च के जनपदे चिन्त्यं तदेतत्सदा।