________________
૨૩૮
અભિલાષીએ પુરૂષોને આ બાબતમાં સુધારવા જોઈએ અથવાતો ધીમે ધીમે બંધન બાંધીને પુરૂષોને સુધરવાની ફરજ પાડી તેમને લગાડવામાં આવતાં “અન્યાયી ” અને “ નિર્દય’ નાં વિશેષ દૂર થાય તેવી લાયકાતવાળા બનાવવા જોઈએ. (૧૦)
षोडश परिच्छेद.
સેવાધર્મ : સ્વદેશસેવા. [ સેવાધર્મને ગ્રહણ કરનારનું સેવાવર્તુળ હવે વિશાળ બનતું જાય છે. સેવાવૃત્તિ અને સેવા બજાવવાની શક્તિ વિકાસ પામતાં તેને હવે સમગ્ર દેશની સેવાવડે જનતાનું વિશિષ્ટ હિત કરવાની પ્રેરણ થાય છે. સેવાધમ સ્વદેશસેવા કેવી રીતે બજાવે તેનું હવે ગ્રંયકાર સૂચન કરે છે, તેમાં બે પ્રથમ જન્મભૂમિ પ્રત્યે મનુષ્યનું ત્રણ કેવું છે તે દર્શાવે છે.]
કરજભૂમિ: ૨૦૯ | य शाऽन्नजलाऽनिलैः शुभतरैः पुष्टिगता ते तनुस्तद्देशोन्नतयेऽस्तु ते धनमनस्तन्वर्पणं सर्वथा ।। या भूमिर्जननीव पालनपरा स्वर्गादपि श्रेयसी । तस्याः स्वल्पमनिष्टचिन्तनमहो तज्जस्य पापावहम्॥
સ્વદેશસેવા-જન્મભૂમિ. ભાવાર્થ –જે દેશનાં સારાં હવાપાણ અને અનાજથી તારું શરીર પુષ્ટ બન્યું છે, તે દેશની ઉન્નતિને માટે તારાં તન-મન અને ધનનો સર્વથા ભોગ આપવો પડે તો તે વધારે નથી. જે ભૂમિ માતાની પેઠે શરીરનું પાલન કરનારી છે અને જેને સ્વર્ગ કરતાં પણ શ્રેયસ્કર માનવામાં આવે છે, તે ભૂમિરૂપ માતાનું જરા પણ અનિષ્ટ ચિંતવવું તે તેની સંતતિને પાપજનક છે. (૧૦૫).