________________
૨૩૬
પરણે એ ખુલ્લે અન્યાય છે, પરંતુ તે વિના પણ બીજા અનેક પ્રકારે એ રીવાજમાં દોષ રહેલો છે. બે સ્ત્રીઓના પતિના ગૃહમાં હમેશાં કલહકંકાસ ચાલ્યા જ કરે છે, કારણકે સપત્નીભાવ–શક્યપણું સ્ત્રીઓની સ્વાભાવિક અસૂયાવૃત્તિને ઉશ્કેરે છે અને સુલેહ શાંતિ એવા કુટુંબને ત્યાગ કરે છે. સંસારમાં અનેક સ્થળે જોવામાં આવે છે કે જ્યાં શક્યોનો ખાર રાત દહાડે ઉછળતો જ રહે છે, ત્યાં પતિને ધંધે કરવામાં કે ધર્મ ધ્યાન કરવામાં અનેક પ્રકારના અંતરાયો ઉપસ્થિત થયા વિના રહેતા જ નથી. પરિણામે એવા કુટુંબમાંથી લક્ષ્મીને નાશ થાય છે અને કલહકંકાસવાળા ઘરમાંથી લક્ષ્મી પગ કરીને ચાલી જાય છે એવી લોકકથની સાચી પડે છે. શેક્યના ખારનાં માઠાં ફળ પતિને વિશેષ પ્રમાણમાં વેઠવા પડે છે. કોઈ વાર એવા બનાવના કેસ કેટે ચડે છે. કોઈ વાર અસૂયાવૃત્તિ વિષપ્રયોગ દ્વારા એકાદ વ્યક્તિનું કાટલું કાઢી નાંખવા ઉશ્કેરાય છે અને એવા અનેક અનર્થો થાય છે. વૃદ્ધલગ્નથી જે કજોડાં થાય છે તેથી પણ અનેક પ્રકારના અનર્થી નીપજે છે. કોઈ પણ સ્ત્રી વૃદ્ધ પતિને પસંદ કરતી નથી, છતાં પતિને પ્રભુએ આપેલા દેવરૂપે સમજીને કેટલીક સ્ત્રીઓ પિતાનું મન મનાવે છે, છતાં પિતાને અકાળે વૈધવ્ય પ્રાપ્ત થશે એ ભય તો તેના ચિત્તમાંથી દૂર થતો જ નથી. આવી સ્ત્રીઓને પિતાનું જીવન કંટાળારૂપ લાગે છે અને કેટલીક મૂર્ખ સ્ત્રીઓ આડે માર્ગે દોરાવા લલચાઈ જાય છે. કેટલીક વાર વૃદ્ધ પુરૂષો પોતાના કુળાભિમાનમાં દોરાઈને લગ્ન કરવા તૈયાર થાય છે, પરંતુ એક નવયુવાન બાલિકાને ભવ બગાડવામાં પોતે કેટલો મોટો દોષ કરી રહ્યો છે તેનું જે તેને ભાન થાય તો તેનું કુલાભિમાન વિરમી ગયા વિના રહે નહિ. આ દીધું વિચાર કરનારા થોડા જ હોય છે અને તેથી વૃદ્ધલગ્ન થયા જ કરે છે. વૃદ્ધ પુરૂષને પિતાની પુત્રી લગ્નમાં આપનાર પિતા પુત્રીને સાચા સુખને જેવાને બદલે ધન તરફ વિશેષ દૃષ્ટિ રાખે છે. વૃદ્ધને કન્યા આપવા બદલ પિતાને ધન મળશે કિંવા પિતાની પુત્રી વૈભવમાં આળોટીને સુખ પ્રાપ્ત કરશે એવી કલ્પનાવાળાં માબાપો કન્યાવિક્રયનું પાપ કરનારા બને છે અને ક્ષુલ્લક વૈભવની