________________
૨૩૯
વિવેચન-મનુષ્યને જન્મ આપનાર માતાનું જેટલું ઉચ્ચ પદ છે તેટલું ઉચ્ચ પદ જન્મભૂમિનું–જે ભૂમિમાં મનુષ્યને જન્મ થયો હોય છે તેનું પણ છે. જનની જન્મ આપે છે અને જન્મભૂમિ મનુષ્યનું પિષણ કરે છે-તેનાં અન્ન-જળ મનુષ્યને પોષે છે. આ કારણથી સનની ગમિશ્ર સ્વર્ષિ નારીયસી–એવું કહીને વિદ્વાનોએ જન્મભૂમિને સ્વર્ગ કરતાં પણ ઉચ્ચ પદ આપ્યું છે. પ્રથમ દષ્ટિએ આ કથનમાં અતિશયોક્તિ માલૂમ પડે છે ખરી, પરંતુ વાસ્તવિક દષ્ટડ્યા વિચાર કરતાં એ ઉક્તિ યથાર્થ જણાયા વિના રહેતી નથી. સ્વર્ગપ્રાપ્તિ એ એક દુર્લભ સ્થિતિ છે એ ખરું છે, પરંતુ એ દુર્લભ સ્થિતિનું સાધન તે મનુષ્યત્વ જ છે. મનુષ્યત્વ એ સ્વર્ગપ્રાપ્તિનો દરવાજો છે પરન્ત જનની અને જમભૂમિના ચોગ વિના એ દરવાજે પ્રાપ્ત નહિ થતો હોવાથી સ્વર્ગ કરતાં પણ ઉંચી પદવી જનની તથા જન્મભૂમિને આપવામાં વિદ્વાનોએ યથાઘટિત ઉક્તિ કરી છે. સ્વર્ગપ્રાપ્તિના સાધનરૂપ જનની અને જન્મભૂમિ પતિત દશામાં રહે તો મનુષ્યત્વ પણ પતિત જ રહે તેમાં આશ્ચર્ય નથી, તેટલા જ માટે વિદ્વાનોએ કહ્યું છે કે –તોરાય સઃ પ્રાધાન પરિત્યને–તેમનો પતિત દશામાંથી ઉદ્ધાર કરવાને પ્રાણ ત્યજવા પડે તો પણ તે બહેતર છે. જનની અને જન્મભૂમિની સેવાનો ઉત્તમ સિધ્ધાંત એ લોકમાં ઘટાવવામાં આવ્યો છે, પરંતુ આ ગ્રંથમાં અત્ર માત્ર જન્મભૂમિનો વિષય ઉપસ્થિત હોવાથી ગ્રંથકારે જન્મભૂમિને જનની-માતાની તુલનામાં મૂકી બતાવીને તેની પાલનપરતા બતાવી છે, અને એવી જન્મભૂમિની ઉન્નતિમાં જ પિતાના સર્વસ્વનું-તન-મન-ધનનું અર્પણ કરવાને બોધ કર્યો છે. ગ્રંથકાર કહે છે કે જન્મભૂમિનું અનિષ્ટ ચિંતવનાર તેને પુત્ર પાપી બને છે અને એ સત્ય છે. એક વ્યક્તિનું
અનિષ્ટ ચિંતવનાર તે એક વ્યક્તિને જ અપરાધ કરે છે, પરંતુ સ્વદેશનું –જન્મભૂમિનું અનિષ્ટ ચિંતવનાર સ્વદેશની સમસ્ત જનતાનું અનિષ્ટ કરનાર હોઈ મહાપાતકી છે.
દૃષ્ટાન્ત-ગુજરાતના રાજા કરણ વાઘેલાએ તેના પ્રધાન માધવના કુટુંબ ઉપર અવિચારીપણે જે હલ્લે કર્યો હતો, તેથી ક્રોધાંધ બનેલા