________________
પતિત થતું અટકાવવામાં સાધનભૂત બનતી અને એ જ તેને ઉપકારક અંશ છે. આ ઉપકારતા જે જ્ઞાતિમાં ટકાવી રાખવામાં આવે તો તે સંસ્થા સમાજનું નમૂનેદાર હિત કરે એવી તેનામાં શક્તિ રહેલી છે. પાશ્ચાત્ય દેશોમાં જેકે જ્ઞાતિ નામની કોઈ સંસ્થા નથી, પરંતુ સમાજનાં જુદાં જુદાં ટેળાં પિતાની પ્રાચીન અને આદર્શાભૂત સંસ્કૃતિ જાળવી રાખવાને હમેશાં મર્થન કરતાં જ હોય છે અને તે ટોળાં એ જ્ઞાતિઓનાં જુદાં સ્વરૂપ જ છે. આ પ્રમાણે જ્ઞાતિનાં બંધનો ઉપકારક છે, છતાં કેટલાક તેને છિન્નભિન્ન કરી નાંખવાની હિમાયત કરે છે તેનું કારણ શું ? કારણ એ છે કે આજે એ જ્ઞાતિની સંસ્થાનું સ્વરૂપ બગડી ગયું છે અને તેને ફરીથી સુધારી નહિ શકાય એવું જે અધીરા જનો માની રહ્યા છે તેઓ તેનો વિવંસ કરવાની હિમાયત કરે છે. આ જ્ઞાતિ સંસ્થામાં અનેક પ્રકારના બગાડા પેઠા છે. પહેલો બગાડે તે એ જ છે કે મૂળ ચાર વર્ષોના અનેક પેટા પડી ગયા છે, અનેક જ્ઞાતિઓ બની ગઈ છે અને અનેક તડાં પડી ગયાં છે. જ્ઞાતિનું જે બળ પૂર્વે હતું તે આજે રહ્યું નથી કારણકે સમુદાય નાના હોવાથી કોઈ એકકસ સમુદાયની અંદર રહેવાની ગરજ જ કેટલાકને હોતી નથી ! એક વિશાળ જ્ઞાતિમાં સ્વસંરક્ષણ કરવાની જે શક્તિ રહેલી હોય છે તે શક્તિ એક નાના તડમાં હોતી નથી. જે પોતાના સમુદાયનું રક્ષણ કરી શકે નહિ, તે સમુદાયની વ્યક્તિએ સ્વચ્છેદી, ચારિત્ર્યહીન અને દુષ્ટ બને, પરિણામે તેની પ્રાચીન સંસ્કૃતિ, તેની વિશિષ્ટતાએ, તેની ઉંચી ખાસીયત વગેરે નાશ પામે તેમાં શી નવાઈ ? એક મદ્રાસ ઇલાકામાં ૫૮૪ ન્યાત બ્રાહ્મણોની છે અને ર૩૦૦ ઉપરાંત ન્યાત બ્રાહ્મણેતરની છે. એવી જ હિંદના દરેક પ્રાંતમાં હજારે ન્યા છે અને એક જાતની સેંકડે પેટાન્યા છે. વળી એક પ્રાંતની એક ન્યાતના વણકો કે બ્રાહ્મણો બીજા પ્રાંતની તે જ ન્યાતના વણીક કે બ્રાહ્મણો સાથે રેટીએટી વહેવાર રાખતા નથી. એટલે પછી હિંદમાં નાની નાની હજારે ન્યાતમાં તેનું બળ વહેંચાઈ જાય તેમાં નવાઈ નથી. આવી રીતે બહુ નાનાં તડ કે ગોળને પરિણામે કેટલીક ન્યાતો તો સદંતર નાબુદ થઈ જવાનો સંભવ છે. આવા બહુ નાના વિભાગો પડી જવાને પરિણામે