________________
૧૭૮
તેવાં વિદ્યાલય સ્થાપવાં જોઈએ. જે અપંગે બુદ્ધિની મંદતાને લીધે કે બીજા કારણને લીધે હિતકર શિક્ષણ લેવાને યોગ્ય ન હોય તે અને જેઓ રક્તપિત્ત જેવા રોગથી પીડાતા હોય તેમના રક્ષણ માટે ઉદાર ગૃહસ્થોએ તેમને રહેવાયેગ્ય નિવાસાશ્રમ સ્થાપવાં જોઈએ. (૭૭)
વિવેચન-મનુષ્ય પાંચે ઈનિા સમૂહવડે પિતાના દેહનો બધે વ્યાપાર યથાસ્થિત રીતે ચલાવે છે. તેમાંની એકાદ ઈંદ્રિય પણ જે ન્યૂન હોય તો તે અપંગ અથવા વિકલાંગ લેખાય છે. એવાં અપંગ મનુષ્યની સ્થિતિ બહુ દયાજનક હોય છે. તેઓ પિતાનો દેહવ્યાપાર બીજા મનુષ્યની તે ઈદ્રિયની મદદ વિના ચલાવી શકતા નથી અને જે તેવી મદદ તેને મળતી નથી, તે તેઓ અત્યંત પીડાય છે. એક આંધળો માણસ બીજા દેખતાની મદદ વિના ડગલું પણ ભરવાને અસમર્થ હોય છે. બહેરો માણસ ઈશારત વડે જ સમજી શકે છે અને મૂગે માણસ ઈશારત વડે બોલી શકે છે. પાંગળાને બીજે માણસ ઉંચકીને લઈ જાય તો જ એકથી બીજે સ્થળે જઈ શકે છે. આવાં જે અપંગ મનુષ્ય છે, જેઓ રક્તપિત્ત જેવા દર્દથી પોતાના અંગે પાંગને એક પછી એક ગુમાવતા રહીને છેવટે અપંગ બની જાય છે, તેવાઓની સેવા બજાવી શકાય એ રીતે કામ લેવાની મોટી જરૂર છે. આવાં અપંગ મનુષ્ય સામાન્ય રીતે પોતાનું ગુજરાન કમાઈ શકવાને અસમર્થ હોય છે. પાંગળે માણસ કોઈની નોકરી કરવા જઈ શકતો નપી, આંધળો માણસ દેખી શકતો નથી, મૂગો માણસ સાંભળી શકતો નથી, ટૂંઠ માણસ પિતાના હાથ ચલાવી શકતો નથીઆવાં અપંગ મનુષ્યો શું કામ કરી શકે કે તેમને કોણ નોકરીમાં રાખે ? આ કારણથી તેમની બીજી ઇન્દ્રિયોનો વિકાસ કરવામાં આવે અને તે ઇકિયે દ્વારા કામ કરાવવામાં આવે, તો તેઓ કાંઈક ધન પેદા કરી શકે અને એ રીતે પિતાનો નિર્વાહ ચલાવી શકે. આ કારણથી આંધળાઓ માટે અંધશાળા, બહેરા મુંગા માટે ખાસ શાળા, અપંગો માટે અશક્તાશ્રમ, રક્તપિત્તીયાં માટેનાં ખાસ ઔષધાલય વગેરે સંસ્થાઓ આપણા દેશમાં છૂટક છૂટક સ્થપાએલી છે, પરંતુ દેશનાં બધાં અપગેને માટે એ આશ્રમે પૂરતાં નથી. આવાં આશ્રમોમાં અપંગેની