________________
૨૦૧ પ્રત્યે ગુજરતી જોઈને જ આ કથન કરવામાં આવ્યું જણાય છે. જે વખતે મનુએ “મનુસ્મૃતિ” માં સમાજના નિયમો લખ્યા ત્યારે સમાજનો પુરૂષ વર્ગ સ્વધર્મને સારી પેઠે સમજનારે હશે એટલે તેણે આ નિયમન-મર્યાદા આપી જણાઈ નથી, પરંતુ તેની જરૂર જણાતાં તે મર્યાદા અત્ર દર્શાવવામાં આવી છે અને આધુનિક સમયની તે આવશ્યકતા છે. આવી વિધવાઓને તેવાં કુટુંબોમાંથી છોડાવીને સુરક્ષિત સ્થાને રાખવી તે કસાઈવાડેથી ગાય છોડાવવા બરાબર છે એવું કહેવાય છે અને એ ધર્મ સેવાધર્મી સ્વયંસેવકોને બજાવવા ગ્રંથકાર સૂચન કરે છે. (૮૭) છેિવટે ગ્રંથકાર વિધવાશ્રમ સ્થાપવાના ધર્મ પ્રત્યે ધનવાનોનું ધ્યાન દોરે છે].
विधवाऽऽश्रमस्थापना । ८८ ॥ नार्यो यत्र च शिक्षिकाःसुपठिताः सन्ति व्यवस्थापिका। स्ता एवं प्रविशन्ति नैव पुरुषा एकाकिनो यत्र वा॥ तादृक्षो विधवाश्रमो धनिवरैः सेवाप्रकृष्टाशयैरेकैकः प्रतिपत्तने समुचिते वा स्थापनीयः स्थले॥
વિધવાશ્રમની સ્થાપના. - ભાવાર્થ તથા વિવેચન-સેવાના ઉત્કૃષ્ટ આશયવાળા શ્રીમંતોએ દરેક શહેરમાં કે બીજે ઉચિત સ્થળે એકેક એવો વિધવાશ્રમ સ્થાપવા જોઈએ કે જેની અંદર ભણેલી સ્ત્રીઓ શિક્ષક તરીકે કામ કરતી હોય અને વ્યવસ્થા કરનાર પણ મુખ્યત્વે સ્ત્રીઓ જ હોય. એકલા પુરૂષોનો તે તેમાં પ્રવેશ પણ ન હોય. વિધવાશ્રમની વિપુલતા નહિ હોવાને કારણે જેટલી વિધવાઓને આશ્રમમાં સ્થાન મળવું જોઈએ તે મળી શકતું નથી. આ કારણથી વિધવાશ્રમોની સ્થાપના ધનિક પુરૂષોએ કરવી આવશ્યક છે. આવાં આશ્રમોની વ્યવસ્થા બહુધા સેવાધર્મિણી સ્ત્રીઓને હસ્તક મૂકવામાં આવવી જોઈએ અને જો એવી સ્ત્રીઓ શિક્ષકના, વ્યવસ્થાના, ગૃહદ્યોગની કેળવણી માટેના કાર્ય માટે ન મળે તે પુરૂષોની સેવાનો લાભ લેવામાં ભલે આવે, પરંતુ પુરુષા અશ્ચિનઃ અર્થાત–એવા કાર્યમાં એકલા પુરૂષોને તો યોજવામાં ન જ