________________
૨૦૯
વડે
કેટલાક યેાગી જતેા ખાદ્યોપચાર આદરે છે અને અનેક પ્રક્રિયા મનેત્તિ ઉપર કાબૂ મેળવે છે એટલે તેમને સમાધિના લાભ થાય છે. સાચા નાની જનને મનોવૃત્ત ઉપર કાબૂ મેળવવાનું સુલભ હેાય છે અને તેએ સહજ સમાધિને પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાન અને અભ્યાસ વડે સમાધિયુક્ત મન બની શકે છે. પરન્તુ એ તે યાગના એક વિષય છે. જેએ આખુ જીવન સંસારમાં રહીને ગાળે છે, જેણે કામ ક્રેાધ–લેાભાદિના અનેક પ્રસંગે અનુભવ્યા હાય છે, જેણે અનેક પાપે પણ આર્યો હાય છે, એ મનુષ્ય મરણસમયે સમાધિ-ચિત્તવૃત્તિની સમતા આપોઆપ કેમ સાધી શકે ? આ કાય દુઃશકય છે, પરન્તુ અશક્ય નથી. જેણે જ્ઞાન તથા ચેાગાભ્યાસ વડે સહજ સમાધિ પ્રાપ્ત કરી છે, ચિત્તની સમતાને સ્થાપિત કરી છે, તેને તો મૃત્યુસમયની સમાધિ પણ સુલભ છે, પરન્તુ બહુધા જનતાને એવી સમાધિના અભ્યાસ હાતા નથી અને જેવું જીવન ગાળ્યું હેાય છે, તેવું જ મરણ તેઓનુ` થાય છે. આવા મનુષ્યાનું મરણ સુધારવું, એ પણ એક મહત્ત્વની સેવા છે–તેના આત્માનું કલ્યાણ કરનારી સેવા છે. સંસારના વિવિધ પ્રપચમય પ્રસંગે!માંથી પસાર થનાર મનુષ્ય જ્યારે મરણકાંઠે આવી પહોંચે છે, ત્યારે તે ભયભીત–આકુળ વ્યાકુળ બની જાય છે અને એવી વિષમ ભાવનામાં થએલું તેનું મરણ તેના અન્ય ભવને પણ બગાડવાના નિમિત્તરૂપ બને છે. તે હલકી ક્રેડિટના દેવની સ્થિતિમાં જન્મે છે અને ત્યાં પણ અપવિત્ર વાસનાઓથી ઘેરાઈ રહીને પેાતાના આત્માનું અકલ્યાણ સાધે છે. કહ્યું છેકે – સંસારાસહચિત્તાનાં મૃત્યુમ તિમવેટ્ટાક્–અર્થાત્—જે વાનું ચિત્ત સંસારના પદાર્થોમાં આસક્ત છે તેને મૃત્યુનું પ્રાપ્ત થવું એ ભીતિ ઉત્પન્ન કરનારૂં છે. આ ભીતિથી જ મૃત્યુસમયે ઘણાં મનુષ્યા વ્યાકુળખની ગએલા જોવામાં આવે છે. જેએ ન્યૂનાધિક અંશે જ્ઞાન-વૈરાગ્યથી વિભૂષિત હાય છે, તે જ એ સમયે મૃત્યુથી દૈહિક પીડા ભાગવવાને સમયે પોતાના મનની સમતા જાળવી શકે છે અને મૃત્યુથી ભય પામવાને બદલે, નવા દેહ ધારણ કરી કર્મીની નિર્જરા કરવાના પ્રસંગ નજીક આવતા જાણીને, આનંદપામે છે. મેવાયતે પુન: સો વિજ્ઞાનવૈરા યવાસનામ્ અર્થાત—જ્ઞાન અને વૈરાગ્યથી જે વાસિત છે તેને
૧૪