________________
૨૦૭
અર્થાત–મૃત્યુના પ્રતાપથી છણું થઈ ગયેલ હાદિક સર્વ છૂટી જઈ નવીન દેહાદિક પ્રાપ્ત થવાથી પુરુષ મૃત્યુને એક પ્રકારની સાતાનો ઉદય માને છે અને તેથી જ્ઞાની પુરુષને મૃત્યુ એ એક હર્ષને અર્થે જ છે. પરંતુ મૃત્યુસમયે આ હર્ષ નિરાધાર ગરીબ વૃદ્ધોને પ્રાપ્ત થાય તેટલા માટે તેમની ન્યૂનતાઓ તથા વિષમતાઓને અંત આણવા સેવાધર્મીઓએ ઉદ્યક્ત થવું જોઈએ.
દષ્ટાંત–સોમશર્મા નામના એક વૃદ્ધ વિપ્રને પિતાની ઉત્તરાવસ્થામાં બે બાળક થયાં. એક પુત્ર તથા એક પુત્રી. પુત્રીના જન્મ પછી તત્કાળ તેની માતાનું મૃત્યુ થયું, એટલે તેમશમાં પોતાનાં બાળકોનું મહાકષ્ટથી પાલનપોષણ કરવા લાગ્યો. પુત્ર પાંચ વર્ષની વયને અને પુત્રી ત્રણ વર્ષની વયની થઇ, એટલામાં વૃદ્ધાવસ્થાને કારણે સોમશર્મા માં થયો અને પથારીવશ રહેવા લાગ્યો. વૃદ્ધ બ્રાહ્મણ અને નાનાં બાળકે ઉપરની દયાથી પ્રેરાઈને તેનાં પડોશી તેની સેવા-સુશ્રુષા કરવા લાગ્યાં. બ્રાહ્મણનો મંદવાડ બહુ લંબાય, ખોરાક બંધ થવા લાગ્યો, તથાપિ તે વ્યાકુળતાપૂર્વક દર્દી ભોગવતો જ રહ્યો. તેના બે મિત્રો એક ધનદત્ત નામે વણિક હતો અને એક શૂરસિંહ નામે રાજપૂત હતો; તે પણ રોજ તેની ખબર કાઢવા આવતા. બેઉ જણ તેને પિતાની શક્તિ પ્રમાણે મદદ કરતા અને તેને આશ્વાસન આપતા, પરંતુ વિપ્રની વ્યાકુળતા શમતી જણાતી નહિ. એકદા બેઉ મિત્રાએ સોમશર્માને એકાન્તમાં પૂછ્યું: “મિત્ર ! તને કાંઈ માનસિક ચિંતા છે ?” સોમશમીએ આંખમાં આંસુ સાથે કહ્યું: “મિત્રો ! હું એક દરિદ્ર બ્રાહ્મણ છું. આ બેઉ બાળકે નાનાં છે. મને એ ચિંતા થાય છે કે આ પુત્રની ખબર રાખી તેને ભણાવશે તથા સારે માર્ગે ચડાવશે કોણ અને આ પુત્રીને મેટી કરી તેનું કન્યાદાન આપશે કોણ? મારી આ ચિતાને કારણે હું વ્યાકુળ રહું છું. તમે મારા મિત્ર છે, પરન્તુ તમે એવા ધનવાનું નથી કે હું આ બાબત તમારી પાસે યાચના કરું.” મિત્રની આ ચિંતાઓ જાણીને ધનદત્ત બોલ્યાઃ “મિત્ર! તું ચિંતા કરીશ નહિ. હું ધનવાન નથી, પરંતુ હું જે વેપાર કરું છું તેમાંથી એ ભાગ હું તારી પુત્રીને લેખીને હવેથી