________________
૨૦૬ આવશ્યકતા રહે છે. આ વખતે તેમને આશ્વાસનની પૂરી જરૂર હોય છે. પિતાની સેવાચાકરી માટે કોઈ આપ્ત જનોની ઉપસ્થિતિ નહિ હોવાથી તેમના તન કરતાં વધારે કષ્ટ તો તેમના મનને ભોગવવું પડે છે, તેથી તેમને આપ્તજનોની ખામી વૃદ્ધાવસ્થામાં ન જણાય તેમ કરવું આવશ્યક છે. પ્રસંગોપાત તેમની પાસે જઈ તેમના કુશળવર્તમાન પૂછવા, તેમને મૃદુતાપૂર્વક આશ્વાસન આપવું, તેમને દવા-બારાક—શા વગેરેની ન્યૂનતા હોય કે અવ્યવસ્થા હોય તો તે દૂર કરવી, વસ્ત્રો મેલાં હોય કે ન હોય તો તે ધોઈસુધારી લાવી આપવાં, તેમની કાંઈ માનસિક ચિંતા હોય તો તે યુક્તિપૂર્વક દૂર કરવી, દર્દની પીડા હોય તો ઔષધોપચારની વ્યવસ્થા કરવી, અવસ્થા તથા દર્દને કારણે સ્વભાવમાં કાંઈ વિકૃતિ ઉત્પન્ન થઈ હોય તો ઉપદેશ વડે પુનઃ સમતા આણવા યત્ન કરે, વગેરે કામો દ્વારા અશક્ત અને રોગી વૃદ્ધોની સેવા ઉત્તમ પ્રકારે બજાવી શકાય છે. કેટલીક વાર કોઈ વૃદ્ધો કોઈ પ્રબળ સાંસારિક વાસનાઓથી બંધાઈ રહે છે અને અત્યંત મન કષ્ટમાં કાળ વહન કરે છે. આવા માનસિક ઉપદ્રવને કારણે તેનું સમાધિમરણ થતું નથી પરંતુ આતં–રોદ્ર ધ્યાનમાં તેના જીવનના દિવસો લંબાય છે અને તે અત્યંત કષ્ટ વેલ્યા કરે છે. એ વખતે જે તેની વાસના જાણી લઈને તેને સાચો સંતોષ ઉપજાવવામાં આવે તો તે શાન્ત ચિત્તે મરણ પામે છે, પરંતુ તેમ ન બનવા પામ્યું હોય તો તે અશાનિતમાં જ મરણ પામે છે અને દુર્ગતિને ઉપાજી અધિક ભવભ્રમણ કરે છે. મનુષ્યનું મૃત્યુ સુધારવું તેના જેવી અન્ય કોઈ કલ્યાણકારી સેવા નથી, અને મૃત્યુ સુધારવા માટે વૃદ્ધોને દર્દીઓને આશ્વાસન આપવું કિંવા તેમની ચિંતાઓનાં કારણોને નાબુદ કરવાં એ પરમ પુણ્યનું કાર્ય છે. જેઓ શાંત ચિત્તે, સંતોષપૂર્વક, વાસનારહિતપણે મરણ પામે છે તેમને મરણ દુઃખરૂપ લાગતું નથી, પરંતુ મરણ સમયે હર્ષની ઊર્મિ આવે છે. શ્રી. રત્નકરંડ શ્રાવકાચાર ગ્રંથમાં કહ્યું છે કે –
ની હેવા િ નૂતનં ગાયતે : . स मृत्युः किं न मोदाय सतां सातोत्यितिर्यथा ॥