________________
૨૫
वाच्यं धार्मिकपुस्तकंरसयुतं शार्थमेषां पुरः॥
वृद्धानामानुकूल्यसम्पादनम् । ९२ ॥ चिन्तैषां यदि भाति काऽपि हृदये युक्त्या द्रुतं तां हरेद्रोगः कोऽपि भवेत्तदा तु भिषजां योग्यौषधं योजयेत्॥ वैषम्यं प्रकृतौ भवेद् यदि तदा सद्बोधविज्ञापनैः । क्रोधद्वेषविषादलोभहरणात साम्यं च सम्पादयेत् ।।
કેવી રીતે વૃદ્ધસેવા કરવી? ભાવાથ–નિરાધાર અને પીડિત વૃદ્ધાની પાસે ભાગ્યશાળી સજજનોએ નિવૃત્તિને વખતે બેસવું જોઈએ, તેમને મીઠાં વચનોથી ખેમકુશળના સમાચાર પૂછવા, દુઃખમાં દિલાસો આપ, તેમના ખાટલા પથારી વગેરેનું નિરીક્ષણ કરવું, વસ્ત્રો આઘાપાછાં થઈ ગયાં હોય તો બરાબર નિયમસર રાખવાં, તેમને સમજાય અને રસ પડે તેવાં ધર્મનાં પુસ્તકો ઐહિક અને પારલૌકિક શાન્તિને માટે તેમની આગળ વાંચવાં. (૯૧)
વૃદ્ધોની અનુકૂળતા સાચવવી, વૃદ્ધોના મનમાં કોઈ પણ જાતની ચિંતા રહેતી હોય તે તે જાણી લઈ કોઈ પણ યુક્તિથી જલ્દી દૂર કરવી, જે તેમના શરીરમાં કઈ ને કઈ રેગ રહ્યા કરતો હોય તે સારા વૈદ્યની માતગ્ય દવાને બંદોબસ્ત કરે, જે પ્રકૃતિમાં કોઈ પણ વિષમતા ઉપજી હોય તે સદુબોધ અને સમજાવટથી તેમને સમજાવી કરી ક્રોધ દ્વેષ ખેદ લેભ વગેરે દેષને હરાવી પ્રકૃતિનું સામ્ય-સમતોલપણું સ્થાપવું જોઈએ. (૯૨)
વિવેચન –દેહ અને મનના દુઃખથી આવૃત્ત થએલા નિરાધાર વૃદ્ધોની સેવાને હેતુ તેમને સમતાપૂર્વક મરવા દેવાને છે અર્થાત તેમનું સમાધિમરણ થાય એટલો જ છે. આ હેતુ સિદ્ધ કરવાને જે પ્રકારની ન્યૂનતાથી વૃદ્ધી કષ્ટ ભોગવતા હોય તે પ્રકારની તેમની ન્યૂનતા દૂર કરવાની