________________
૨૧૨ ઉપયોગ કરી મનુષ્યો તેમની સેવાનો લાભ લે છે, ગાય-ભેંસ અને બળદ–પાડા ઉપરાંત બીજા અનેક જાનવરે મનુષ્યોની સેવા બજાવવામાં કામ આવે છે. ઘેટાં, બકરાં, ઘેડાં, ગધેડાં, ખચ્ચર, કૂતરા, ઈત્યાદિ અનેક પશુઓ એક યા બીજી રીતે જગતમાં ઉપયોગી થઈ પડ્યાં છે. આ મૂગાં પ્રાણુઓ આટલાં ઉપયોગી હોવા છતાં મનુષ્ય તેમની ઉપેક્ષા કરે, હિંસા કરે, તેમના ગજા ઉપરાંત તેમની પાસે મજૂરી કરાવે, કિંવા તેમને નિર્દયપણે મારે તે મનુષ્યોની કૃતઘતા જ કહેવાય. માંસાહારીઓ આવાં પશુઓને માંસ માટે ઘાત કરે છે, યજ્ઞયાગાદિ કરનાર કે મલીન દેવોની માનતા રાખનાર તેમને બલિદાન નિમિત્તે ઘાત કરે છે, તેમની શક્તિ કરતાં વધારે કામ કરાવનાર તેમને ગાડામાં જેડી પ્રમાણ કરતાં વધારે ભાર ભરે છે અને તે ઉપર લોખંડની આરવાળી લાકડી તેમના શરીરમાં ઘાંચી તેમને ત્રાસ ઉપજાવી ઉતાવળે કામ કરાવે છે. આ બધી નિર્દયતાને પરિણામે આજે આપણા દેશનાં પશુઓની સંખ્યા ઘટી છે અને મનુષ્યનું જીવન મેંદું તથા મુશ્કેલીભર્યું થઈ પડયું છે.
મુંબઈ ઈલાકામાં એટલું દૂધ રોજ ઉત્પન્ન થાય છે કે તેથી દરેક મનુષ્યને સરાસરી બે દૂધ પણ મળે નહિ. છતાં રોજ ૨-૪ કે ૬ શેર દૂધ ખાનારા હોય છે, એટલે એ વધારે દૂધ ખાનારાઓ અનેક ગરીબોના ભાગનું અર્ધઅર્થે શેર દૂધ ઝુંટવી લઈને પોતે ખાઈ જાય છે એમ સમજવું ! હિંદુઓ પરંપરાથી ગોદાનનું માહામ્ય સમજતા રહ્યા છે, પરન્તુ એ ગૌદાન હવે માત્ર નામનું જ રહ્યું છે અને મોટાં શહેરોમાં તે કૂતરાં તથા ઘડા રાખનાર હિંદુઓ પિતાને ઘેર ગાય રાખવાની ફરજ વિચારતા નથી! પશુઓ જેવી રીતે મનુષ્યની સેવા બજાવે છે તેવી રીતે મનુષ્યોએ પણ પશુઓની સેવા બજાવવી જોઈએ, પરસ્પર ઉપયોગી થઈ કૃતજ્ઞતા દર્શાવવી જોઈએ; પરન્તુ એ પશુસેવા આજે ઘણે દરજે ભુલાઈ છે. આજે તે પશુઓને અભયદાન દેવામાં જ ખરી પશુસેવા સમાઈ રહેલી છે. તેમની ધર્મ કે અન્ય નિમિત્ત થતી હિંસા બંધ કરીને તથા તેમના ગજા જેટલી સેવા જ તેમની પાસેથી લઈને તેમને અભયદાન આપવું જોઈએ. “પંચતંત્ર'માં