________________
૨૦૦ વિધવાઓ પરના અંકુશની મર્યાદા ભાવાર્થ-વિધવાઓ એકદમ સ્વતંત્ર બની ઉદ્ધત-સ્વછંદી ન થાય તેમજ આચારહીન ન બની જાય તેટલા માટે તે તે કુટુંબના નાયકએ કે સમાજના નાયકોએ જરૂર જેટલું દબાણ તેના ઉપર રાખવું જોઈએ, ને વિધવાઓ સ્વભાવે સરલ અને પવિત્ર હોય કે જેથી પોતાની મેળે સદાચારપરાયણ રહી શકે તેને કેટલાએક નિર્દય કુટુંબી જનો રક્ષણના બહાના હેઠળ અયોગ્ય દબાણ કરી પીડા ઉપજાવે, તો સેવાના ઉમેદવારોએ તેવી પવિત્ર વિધવાઓને અયોગ્ય દબાણના જુલમમાંથી છોડાવવી જોઈએ. (૮૭)
વિવેચન–માનવ ધર્મશાસ્ત્રમાં સ્ત્રીને સ્વાતંત્ર્ય ન આપવા વિષે એમ કહેવામાં આવ્યું છે કે
बाल्ये पितुर्वशे तिष्ठेत्पाणिग्राहस्य यौवने । पुत्राणां भर्तरि प्रेते न भजेत्स्त्री स्वतंत्रताम् ॥
અર્થાત–સ્ત્રીએ બાળપણમાં માતાપિતાને, યુવાવસ્થામાં પતિને અને પતિ મરણ પામે તો પુત્રોને વશ રહેવું, પણ ક્યારેય સ્વતંત્રપણે રહેવું નહિ.
પરંતુ આવાં કથનોનો પુરૂષ સમાજે બહુ ગેરલાભ લીધો હોય એવું આજકાલ સમાજમાં વિધવા સ્ત્રીઓની સ્થિતિ જોતાં માલુમ પડે છે. સ્વભાવથી સ્ત્રી જાતિ પુરૂષજાતિ કરતાં તનબળમાં તથા મનબળમાં ઉતરતી હોય છે, તેથી તેઓ સ્વતંત્રપણે રહે તો કપટી જનોથી ભોળવાઈને ભ્રષ્ટ થાય એવો ભય રહે છે, તે કારણે સ્ત્રીઓને કોઈ પણ અવસ્થામાં સ્વતંત્ર ન રહેવા દેવાનું કથન કરવામાં આવ્યું હોય એ સમજી શકાય તેવું છે, પરંતુ આ કથનની એથે રહીને સ્ત્રીઓને અત્યંત દાબમાં રાખી તેમને પશુવત જીવન ગાળનારી બનાવી મૂકવી તે કઈ રીતે ઈષ્ટ નથી. આ કારણથી ગ્રંથકાર વિધવાઓના સ્વાતંત્ર્ય વિષયમાંએ નિયમન-મર્યાદા સૂચવે છે કેવિધવાઓ ઉદ્ધત ન બને એટલો દાબ તેમની ઉપર કુટુંબનાયકોએ રાખ, પરંતુ પવિત્ર અને સદાચારી વિધવાઓને ગેરવાજબી રીતે કુટુંબી જનો પડે છે તે તો કેવળ અનુચિત છે બલકે તે એક પ્રકારનું હિંસક કાર્ય છે. આવી અત્યંત પીડા અને અત્યાચારને વશ થએલી વિધવાઓ, નાસી ગયાના તથા તેઓએ આત્મઘાત કરવાના દાખલા પણ સમાજમાં બન્યા કરે છે. રક્ષણના બહાના હેઠળ પશુની પેઠે સાંકળે બાંધવા જેટલી સખ્તાઈ કેટલીક વિધવાઓ