________________
૧૯૮ કરવાને સમય ન મેળવી શકે, તે તેવી સ્ત્રીઓને માટે નિર્વાહની વ્યવસ્થા તેના પતિના કુટુંબીઓએ-પિતરાઈઓએ કરવી જોઈએ અને એવી જોગવાઈ પણ ન હોય તો એવી વિધવાઓને નિર્વાહભાર સમાજે ઉપાડી લેવો જોઈએ; પરંતુ વિધવાઓને નિરાશ્રિત રહેવા દેવી ન જોઈએ. આ તો કેવળ સ્વાભાવિક નિયમ છે, છતાં ગ્રંથકારને તે માટે ખાસ સૂચન શા માટે કરવું પડયું ? તે સૂચનનું કારણ એ છે કે સમાજ આજે વિધવાઓ પ્રત્યેનો સાચે ધર્મ ભૂલતે જાય છે. પિતરાઈઓ અને કુટુંબીઓને વિશાળ સમુદાય ધરાવનારી વિધવાઓ પણ પિષકને અભાવે કારખાનાંઓમાં મજૂરી કરવા જાય છે, કિંવા પિષણને અર્થે હલકાં કાર્યો કરે છે, તેનું કારણ વિધવાઓનાં વડીલો કહેવાતાં કુટુંબીઓની વિધવાઓ પ્રત્યેની ઉપેક્ષાવૃત્તિ જ છે.
દૃષ્ટાંત–એક બ્રાહ્મણપુત્રી ૧૮ વર્ષની વયે વિધવા થઈ, તે સમયે તેને માત્ર બે વર્ષની વયની એક બાળકી હતી. તેને સાસુ-સસરે કે બીજું કોઈ હતું નહિ એટલે તેને ભાર, તેના પતિના કાકા ઉપર પડ્યો. થોડા દિવસ તે તેણે કાકાજીને ઘેર કાડ્યા. વૈધવ્ય ધર્મના પાલનની ક્રિયા જેવી કે કેશવપન, નીરસ આહાર, ભૂમિશયાદિ તે યથાર્થ કરતી હતી. છતાં ધીમે ધીમે તે કાકાજીના ઘરમાં અળખામણું થવા લાગી. પછી તે પિતૃગૃહે ગઈ ભાઈ અને ભોજાઈએ તેને બે વર્ષ પોતાને ત્યાં રાખી, પરંતુ પછી તેને જણાયું કે પિતે ભાઈ-ભોજાઈને બોજારૂપ થતી હતી. તે પિતાના કાકાજીને ઘેર પાછી ફરી. ગ્રામ્ય સંસ્કારોમાં ઉછરેલી હોઈને તે રાંધવું–દળવું–ખાંડવું ને મજુરી કરવી એ સિવાય બીજે કશે ગૃહદ્યોગ જાણતી ન હતી. તે એવું કામ કરીને કાકાને ત્યાં રહેવા લાગી પરન્તુ ઘરનાં માણસોની ઇતરાજીથી તે ત્યાં ટકી શકી નહિ. પિતાને ઘેર તે જૂદી રહી અને જે કાંઈ થોડું-ઘણું ઘરેણું હતું તે વેચીને તેમાંથી પોતાનો નિર્વાહ કરવા લાગી. એવામાં તેને એક વણક કુટુંબમાં રાંધવાની નોકરી મળી, અને નોકરીથી તે સુખી થઈ. ખાવા પીવા અને વસ્ત્રો માટેની તેની ચિંતા ટળી ગઈ અને વર્ષે દહાડે પચાસેક રૂપિયા તે બચાવવા લાગી. પરંતુ ત્યાં તેને શિરે બીજો ભય આવી પડ્યો. એક રાત્રે એ વણિકના યુવાન પુત્રે તે બાળા ઉપર