________________
૧૯૧
ખેતરેનાં હવા અજવાળાના પ્રમાણમાં ત્યાંનાં હવા અજવાળાં ઓછાં તથા ગંદાં હોય છે. તેઓને સ્વેચ્છા પ્રમાણે નહિ પરંતુ નિયમ પ્રમાણે કામ કરવું પડે છે અને જે નિયમમાં રહેવામાં ન આવે તે તેઓના વેતનમાં ઘટાડે થતું હોવાથી, કેટલીક વાર મન તથા શરીરની ઉપરવટ થઈને તેમને કારખાનામાં ગંધાઈ રહેવું પડે છે. આવા સંયોગોમાં કામ કરનારાઓને શારીરિક હાનિ બહુ ઓછી થાય તેટલા માટે સરકારે કાયદા વડે કેટલાક નિયમ કર્યા છે, જેવા કે અમુક કલાકથી વધારે વખત મજૂરો પાસેથી કામ લેવું નહિ, અમુક વયથી નાની વયના છોકરાઓને કારખાનામાં રાખવા નહિ, અમુક વખતને અંતરે તેમને આરામ આપવો, અમુક દિવસેને અંતરે તેમને રજા આપવી. હવા-અજવાળાને માટે કારખાનામાં અમુક પ્રકારની ગોઠવણે રાખવી વગેરે. પરંતુ જ્યારે જીવનમાં સ્વાભાવિકતા મટીને કૃત્રિમતા દાખલ થાય છે, જ્યારે સ્વૈચ્છિક મજૂરીને સ્થાને યંત્રવત નિયમિત મજૂરી કરવી પડે છે, જ્યારે સંકડાશમાં શરીરને પૂરું હરવાફરવાનું સ્થાન મળતું નથી, જ્યારે ધૂમાડાથી અને યંત્રોના ઘસારાથી દૂષિત થતી હવામાં લાંબા વખત સુધી રહેવાનું પ્રાપ્ત થાય છે, ત્યારે અનેક શારીરિક અને માનસિક સંકટોમાં મનુષ્ય આવી પડે છે. આજકાલ ગામડાંનાં ખેતરમાં કામ કરનાર ખેડૂતો અને તેમના મજૂરો કરતાં કારખાનાંઓના મજૂર શારીરિક સંપત્તિમાં નબળા જોવામાં આવે છે, તેમનાં બાળકો ફિકકા અને કુટુંબ નિસ્તેજ જણાય છે, કૌટુંબિક જીવન અશાન્ત જોવામાં આવે છે, તે બધું દુર્ભાગ્ય કારખાનાંઓની યંત્રવતજિંદગીમાંથી જ મજૂરાની સામે આવીને ઊભું રહે છે. જમાને યંત્રોનો ચાલે છે, તેથી યંત્રનાં કારખાનાં વિના મનુષ્યોને ચાલે તેમ જણાતું નથી એટલે કારખાનાં તે રાખવાં જ પડશે પરંતુ કારખાનાંઓમાં કામ કરતા મજૂરોનાં જીવન સારાં રહે તે માટે યત્ન કરવો, તેમને પૂરેપૂરી રોજી મળે તેમ કરવું, તેમનાં શરીરને ઘસારે એ છે પડે તેવી વ્યવસ્થા કરવી, તેમને તેમના હક્કો કારખાનાઓના માલીકો પાસેથી મળે તે માટે લડત કરવી એ બધાં સેવાધમઓનાં કર્તવ્ય થઈ પડ્યાં છે. ઈગ્લાંડ અને અમેરિકા જેવા દેશો કે જ્યાં સંખ્યાબંધ કારખાનાઓ આવેલાં