________________
સમાગમમાં તેઓ વિશેષ આવે છે અને તેને પરિણામે તેમના જીવનમાં અનેક દે દાખલ થાય છે. કારખાનાની સખત મજૂરી, કૌટુંબિક જીવનને અસંતોષ, હલકા સંસ્કાર વગેરે કારણેથી મદ્યપાનાદિ વડે કૃત્રિમ આનંદ લેવાની ટેવ તેમનામાં દાખલ થતાં વાર લાગતી નથી. એક ગામડાને ખેડૂત કે જે શહેરમાં આવીને મીલ, જીન કે કારખાનાનો મજૂર બન્યા હોય છે, તે ચેડા વખતમાં જ વ્યસની તથા દુરાચારી બને છે. આવા અજ્ઞાન, અભણ અને સરળ સ્વભાવના મનુષ્યોને કૃત્રિમ જીવનના દોષોમાં ફસાતા બચાવવા માટે તેમને ઉપદેશ કે શિક્ષણ આપીને સંસ્કારી બનાવવાની જરૂર છે. મજૂરોને સામાન્ય શિક્ષણ આપવા માટે કેટલેક સ્થળે એવા સમાજે રાત્રિશાળાઓ કાઢે છે, કેટલેક સ્થળે ભણેલા મજૂરોને માટે લાયબ્રેરી સ્થાપવામાં આવી હોય છે કે જેથી રજાના કે નિવૃત્તિના દિવસો મજૂરે જુગાર રમવામાં કે દારૂ પીને ધીંગામસ્તીમાં ન ગાળતાં સારાં પુસ્તક કિવા વર્તમાનપત્રો વાંચવામાં પસાર કરે. આવા યત્નોથી કેટલાક મજૂરનાં જીવન સુધરી ગયાનાં દૃષ્ટાંત પણ મળી શકે છે, માટે મજૂરોમાં સંસ્કારી જીવન ગાળવાની ઈચ્છા ઉત્પન્ન કરવી એ સેવાધર્મીઓની ફરજ છે અને તે કાર્ય શિક્ષણ તથા ઉપદેશ વડે જ પાર પડી શકે છે. શ્રી. કાલેલકર સત્ય જ કહે છે કે - “મજૂર વર્ગમાં સંસ્કારી જીવન ગાળવાની મહત્ત્વાકાંક્ષા જે દિવસે પેદા થશે, તે જ દિવસે તેઓ બધી જાતની કેળવણું હસ્તગત કરી શકશે, એટલું જ નહિ પણ એક જ જમાનાની અંદર પિતાનો સવાલ પિતાના જ હાથમાં લેવા જેટલી હોશિયારી એમનામાં આવી જશે.” પરંતુ મજૂરોને સંસ્કારી બનાવવાનો પ્રશ્ન પૂરતા જોરથી ઉપાડી લેવામાં આવ્યો નથી. સેવાધર્મીઓની એ ન્યૂનતા છે, તેને જ પરિણામે આજે સમાજને એ વિભાગ પતિત થતો જતો અનુભવાય છે. (૮૪).