________________
નથી. તેઓ પિતાના ભાગ્યના ચમત્કાર ઉપર શ્રદ્ધા રાખવા જેટલા નિર્બળ મનના બને છે અને પછી ભાગ્યનો ચમત્કાર જેવાને કાંઈ કાંઈ ખેલ ખેલે છે. જુગાર, સટ્ટો, વગેરે માર્ગે જનારા મનુષ્યો પિતાના ભાગ્ય ઉપર જ આધાર રાખનારા હોય છે અને એક વાર જુગાર-સટ્ટાના દાવ ખેલતાં જે લાભ થાય છે તો તેઓ ઉદ્યમ ઉપરની શ્રદ્ધા છોડીને કેવળ ભાગ્યવાદી જ બની જાય છે! તેઓ એમ માની લે છે કે આપણું ભાગ્યમાં ઉદ્યમ નહોતે. તેથી ઉઘમ મળ્યો નહિ, પરંતુ ધન તે ભાગ્યમાં લખાએલું જ હતું, એટલે ઉદ્યમ કર્યા વિના માત્ર જુગાર કે સટ્ટાનો દાવ નાંખવાથી પણ ધન મળી આવ્યું ! આવી માન્યતા મનુષ્યના મગજમાં એક વાર પેસી જાય છે, પછી તે જલ્દી દૂર થઈ શકતી નથી. તે એક પછી એક દાવ નાંખતો જાય છે, કાંઈક પ્રાપ્ત કરે છે, કાંઈ ગુમાવે છે અને પછી તેનું માનસિક વાતાવરણ ઉદ્યમથી વિમુખ બનીને કેવળ જુગાર ઉપર શ્રદ્ધા ધરાવનારું જ બની જાય છે. નિરૂદ્યમી મનુષ્યો જે ભાગ્યવાદી બનીને જુગાર–સટ્ટામાં પડતા નથી, તો તેઓ દેવ-દેવીઓની ઉપાસનાદ્વારા ધનપ્રાપ્તિ કરવાની વાંછના રાખવા લાગે છે ! કેટલાકે એમ સમજે છે કે જે દેવ-દેવી પ્રસન્ન થાય છે. તેઓ હરકોઈ રીતે ધન લાવી આપે છે, એટલે પછી તેઓ મંત્ર-યંત્રની સાધના કરવા પાછળ, જડી બુટ્ટીથી સુવર્ણસિદ્ધિ કરવા પાછળ અને જાદુઈ રીતે ધનવાન બનવાના યોની પાછળ પડે છે. જ્યાં લોભીયા હોય છે ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી, મંત્ર-યંત્ર સાધનારા અને કીમીયા વડે સુવર્ણસિદ્ધિ કરી આપવાની વાતો કરનારા ધૂતારાઓ જગતમાં અનેક હોય છે અને તેઓ એવા નિરૂદ્યમી માણસોને લલચાવીને તેમને ખાડામાં પાડવા યત્ન કરે છે. આ રીતના ભામા પાછળ ભરમાઈ જનારાઓ આળસ અને નિરૂઘમમાં પિતાની પાસે રહેલું થોડું દ્રવ્ય ગુમાવી બેસે છે અને વિશેષમાં પેલા ધૂતારાઓ તેમની પાસેનું રહ્યું–સહ્યું સર્વસ્વ ધૂતી જાય છે. આ પ્રમાણે ઉત્તરોત્તર નિરૂદ્યમિતા વધે છે તેટલા માટે જુગાર, સટ્ટો, મંત્રચંત્રાદિના પ્રયોગો, કીમી, વગેરે પાછળ પડનારાઓને તે માર્ગે જતા અટકાવીને સદુઘમમાં જોડાવા ઉપદેશ આપવો તે પણ જનતાની મહાન