________________
દુર્ગણોને ઉત્તેજન આપવા બરાબર છે. આપણા દેશમાં ગામ ગામ ભટકતા વેરાગી બાવાની સંખ્યા ઘણી મોટી છે તેનું કારણ અવિચારપૂર્વક આપવામાં આવતા અન્નદાનનું છે. આ કારણથી આપણા દેશની કેટલીક ગુન્હો કરનારી જાતો બાવાઓના વેશ લઈ અન્નક્ષેત્રમાંથી મફતનું સદાવ્રત લઈ ગામેગામ ભટકે છે અને લાગ પડયે ચોરીનો ધંધો કરે છે. યુરોપના દેશમાં સશક્ત માણસો ભીખ માંગી શકતા નથી, પરંતુ તેઓ કામ-ધંધાની ભીખ માંગે છે. તે દેશમાં જે સશક્ત માણસ ભીખ માંગે તો તે ગુન્હેગાર થાય છે અને તેને જેલમાં પૂરી ત્યાં તેની પાસે કામ કરાવી ખાવાનું આપવામાં આવે છે; માટે નિરૂદ્યમી સશક્ત મનુષ્યને ધંધે આપ પણ અન્નવસ્ત્રની ભીખ બનતાંસુધી ન આપવી, તે જ ઉભય પક્ષને-દાતાને તેમજ ગ્રહિતાને હિતકારક છે. ઉદ્યમી મનુષ્ય સમાજ પરનો બોજો ઉતારનારા છે, જ્યારે નિરૂદ્યમી અને હમેશના ભિખારીઓ સમાજપરનો બોજો વધારનારા છે.(૮૧) [ હવે ગ્રંથકાર ખેડૂત વર્ગની સેવા તરફ સેવાધર્મીઓનું લક્ષ ખેંચે છે. ]
કૃષિારવા ૮૨ | ये कुर्वन्ति परिश्रमेण सततं कृष्यादिकार्य निजं । धान्यं जीवनसाधनं जनपदे संपूरयन्ति स्वयम् ॥ तेषामाक्रमणं भवेद्यदि नृपाद् व्यापारिवर्गात्पुनारक्ष्यास्तेऽपठितास्तदा कृषिकराःसेवार्थिभिःसज्जनः ॥
ખેડતોની સેવા. ભાવાર્થ–જે ખેડુતો ટાઢમાં તડકામાં અને વરસાદમાં સખ્ત શારીરિક પરિશ્રમ લઇને ખેતીનું કામ કરે છે અને માણસના જીવનનું સાધન ધાન્ય નિપજાવીને આખા દેશને પૂરું પાડે છે, તે ખેડુતોના ઉપર લોભી રાજા કે વ્યાપારી વર્ગ તરફથી અયુક્ત દબાણ થાય તો સેવાભિલાષી સજજનોએ અભણ ખેડુતોને પડખે રહી તેમનું રક્ષણ કરવું જોઈએ. (૮૨)