________________
૧૮૮
વિવેચન–હિંદુસ્તાન એ કૃષિપ્રધાન દેશ છે અને ખેતી ઉપર સીધી કે આડકતરી રીતે સંબંધ ધરાવનાર પ્રજાવર્ગ સેંકડે ૮૦ ટકા જેટલું છે. આ વર્ગને ધંધે પરંપરાથી ખેતી કરવાનું જ હોવાથી તેઓ મોટે ભાગે અભણ હોય છે, સરળ હોય છે અને તાબેદાર વૃત્તિના હોય છે. તેમની એ સ્થિતિને લાભ ઘણું વાર લેવામાં આવતા નજરે પડે છે. વેપારીઓ તેમને અભણ જેઈને ઠગે છે, તેમની સરળતા દ્વારા પિતાને સ્વાર્થ સાધે છે અને રાજા તથા રાજકર્મચારીઓ તેમની તાબેદાર વૃત્તિનો લાભ લઈ તેમના ગજા કરતાં વધારે મહેસૂલ લે છે, તેમની પાસે વેઠ કરાવે છે, વગર પૈસે તેમને માલ લઈ લે છે અને એવી અનેક રીતે આજકાલ ખેડૂતો બીજાઓને હાથે ઠગાઈ રહેલા છે. તેઓમાં જે થોડું પણ ભણતર હોય તે તેઓ વેપારીઓને હાથે હિસાબની ગણત્રી વગેરેમાં ઠગાય નહિ, તેટલા માટે ખાસ કરીને તેઓમાં વિદ્યાનો ફેલાવો થાય તેમ કરવું એ સેવાધર્મની પહેલી ફરજ છે. લેભી રાજા કે રાજકર્મચારીઓ દ્વારા તેમને થતો અન્યાય દૂર કરવાને ખેડુતોને તેમના હકકે સમજાવવા જોઈએ, રાજાની પાસેથી ન્યાય મેળવતાં તેમને શિખવવું જોઈએ, તેમની વતી રાજા અને રાજકર્મચારીઓ પાસેથી ન્યાય મેળવવા યત્ન કરવો જોઈએ : એ બધા ધર્મો સેવાધર્મના છે. હકકેની સમજ વિનાના, વિદ્યારૂપી પ્રકાશ આપનારી આંખ વિનાના ખેડૂતો એક રીતે જગતના વ્યવહારમાં અપંગની દશા જ ભોગવતા હોય છે. તેમને એ દશામાં મદદ કરવી એ ખેડૂતની સેવા બજાવવા બરાબર છે, એટલું જ નહિ પરંતુ એ સમગ્ર જનતાની પણ સેવા બજાવવા બરાબર છે. ખેડૂતને “જગતના તાત’ને નામે ઓળખાવવામાં આવે છે, કારણકે ટાઢ-તડકામાં કે વરસાદમાં ખેતરમાં કામ કરવાનો જે અસાધારણ પરિશ્રમ તે ઉઠાવે છે તેના ફળરૂપે ધાન્ય પાકે છે અને એ ધાન્યવડે જનતાનું, પશુઓનું તથા પક્ષીઓનું પિષણ થાય છે. આ માટે કોઈ પણ દેશના ખેડૂત વર્ગ જે આબાદ હોય છે તો તે દેશ કાપિ ગરીબ બનતો નથી, પરંતુ જે દેશને ખેડૂત વર્ગ વેપારીઓ અને રાજસત્તાનો ભંગ થઈ પડે છે તે દેશ ગરીબીમાં જ રહે છે. આ માટે જ ગોલ્ડસ્મીથે ખરું કહ્યું છે –