________________
{૭}
કાઈ કરતું નથી. લકાને આવા વિચાર કરતાં શિખવવું જોઇએ છે અને સેવાધમી એએ એ કામ ઉપાડી લેવું જોઈએ છે. કેટલીક વાર આવું શિક્ષણ મ્હાંથી આપવા ઉપરાંત પોતાની જાતે કાર્ય કરીને પણ આપવું જેઇએ છે, અને તેની અસર લેાકેા ઉપર અદ્ભુત થાય છે. (૭૫)
[રાગીઓને રોગમુક્ત કરવાને રાચાયની આવશ્યકતા હવે દર્શાવવામાં આવે છે.]
તૈચાયઃ ।૯૬ ॥
ग्रामे वा नगरे न यत्र सुलभं रोगोपचारौषधं । संस्थाप्यः करुणाधियाऽत्र वसतौ रोग्यालयः श्रीमता ॥ वयावृत्त्यविधानतो गदवतां तस्य व्यवस्थाऽऽदितः । सामान्यैरपि सज्जनैः सुचिरितैः सेवा विधेया शुभा ॥
રેગી માટે આશ્રમ-ઔષધાલય,
ભાવા —ગામમાં કે શહેરમાં જ્યાં રેગનો ઉપચાર કરવાનાં સાધનો— વૈદ કે દવાઓ વગેરે સહેલાઈથી ન મળી શકતાં હેાય ત્યાં શ્રીમતાએ રાગીઓ ઉપર કરૂણા બુદ્ધિ લાવીને રોગીઆશ્રમ કે ઔષધાલય સ્થાપવાં જોઇએ. સારા ચારિત્ર્યવાળા સામાન્ય લોકોએ કે સજ્જનોએ પણ તેવા આશ્રમની વ્યવસ્થામાં ભાગ લઇને કે રોગીઓની સારવાર કરીને ઉત્તમ પ્રકારની સેવા બજાવવી જોઇએ. ( ૭૬ )
વિવેચન—પૂર્વે રેગીસેવા ખજાવવા સધીને સૂચન કરવામાં આવેલું છે, તેથી જૂદા જ પ્રકારનું સૂચન આ શ્લોકમાં ગ્રંથકારે કરેલું છે. ગરીબ રાગીને જ્યારે ઔષધની, માવજતની, સાધનોની વગેરે સગવડ હેાતી નથી, ત્યારે તેને હાસ્પીટલ અથવા રૂગ્ણાલયનો લાભ લેવાની જરૂર પડે છે. ધનવાનો તો ધન ખર્ચીને પાતાને ઘર આંગણે બધી સગવડ મેળવી શકે છે, પરન્તુ ગરીબે તેવી સગવડ મેળવી શકતા નથી. ધનવાનોને